crime
ચરાડવા ગામની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા:પોલીસે દરોડો પાડી રૂ. 32,800ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 32,800 રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચરાડવા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતા વિજય છગનભાઈ માકાસણા, ગીરીશ રતીલાલભાઈ પરમાર, રફીક હારૂનભાઈ મોવર, અમીત રમેશભાઈ ચૌહાણ અને દિલીપ અરવિંદભાઈ સોનગ્રાને ઝડપી પાડ્યા હતા.ઝડપાયેલા પાંચેય શખ્સો પાસેથી કુલ રૂ. 32,800 રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમના વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar