crime
દાદાનું ધ્યાન ભટકાવી યુવક જ્વેલર્સની દુકાનમાં કરી ચોરી, જુઓ CCTV
ઊંઝાના જ્વેલર્સને ત્યાં ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે ગ્રાહકનો સ્વાંગમાં 2 ગઠિયાઓએ સોનીની દુકાનમાં પ્રવેશે છે અને ચાંદીની રાખડીની ખરીદી કરવા આવ્યું હોવાનું જણાવે છે. જો કે આ સમયે જ વૃદ્ધ વેપારીનું ધ્યાન ભટકાવીને 24 ગ્રામ સોનાની કડીઓ પેન્ટના પાછળના ખીસ્સામાં સંતાડતો કેમેરામાં કેદ થયા છે. આખરે સોનાની કડી જોવા નહીં મળતા વેપારીએ CCTV ખંગાળ્યા હતા અને સમગ્ર મામલો સામે આવ્યો. સોનાના દાગીનાની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on News18 Gujarati