crime
દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા પ્રયાસ:દિવાળીના તહેવારોને લઈ 10 ચેકપોસ્ટ ઉપર પોલીસ તપાસ
અરવલ્લી જિલ્લામાં આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સઘન સતર્ક બન્યું છે. રાજસ્થાનને સ્પર્શતી 10 જેટલી અંતરરાજ્ય સરહદની ચેકપોસ્ટો પર વિદેશી દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શામળાજીની અણસોલ ચેકપોસ્ટ તેમજ ભિલોડા અને મેઘરજ તાલુકાની ચેકપોસ્ટો પર રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ વાહનોની સઘન તપાસ થઈ રહી છે. એસપી મનોહરસિંહ જાડેજા અને મોડાસા વિભાગના ડીવાયએસપી જે.ડી. વાઘેલાની સૂચનાથી તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જાળવવા આ સુરક્ષા પગલાં લેવાયા છે. રાજસ્થાન અને દિલ્હી તરફથી આવતા વાહનોનું જીણવટભરીડું ચેકિંગ કરી પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar