crime
દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું 408 કિલો નકલી પનીર પકડાયું
થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે ગુજરાતમાં એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે દેશના રાજસ્થાનથી અમદાવાદમાં લૉ ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મોટા 408 કિલો એનાલોગ પનીર ઝડપી પાડવામાં આવ્યું છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ અમદાવાદના કાંકરિયા દેડકી ગાર્ડન નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં બે લક્ઝરી બસમાં વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં 408 કિલોગ્રામ જેટલું લૉ ફેટના પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેને સીઝ કરવામાં આવ્યો હતો. indianexpress.com પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રાજસ્થાનથી આ જથ્થો લક્ઝરી બસમાં લાવવામાં આવ્યો હતો. ...
Read full article on Khabarchhe