Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Dahodના ગરબાડામાં પોલીસનું હાઈટેક પેટ્રોલિંગ, ચોરી અટકાવવા ડ્રોન કેમેરાથી થશે હવાઈ સર્વેલન્સ

📰 Sandesh 🕐 1 min read 📅 August 27, 2026 👁 2 views
Dahodના ગરબાડામાં પોલીસનું હાઈટેક પેટ્રોલિંગ, ચોરી અટકાવવા ડ્રોન કેમેરાથી થશે હવાઈ સર્વેલન્સ
દાહોદ જિલ્લાના ગરબાડા પંથકમાં ગુનાખોરી અને ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે ગરબાડા પોલીસ દ્વારા હાઈટેક પેટ્રોલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા આધુનિક ડ્રોન કેમેરાની મદદથી ગરબાડા નગર તેમજ આસપાસના જુદા જુદા વિસ્તારોમાં હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આ નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ આચરતા તસ્કરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અંતરિયાળ વિસ્તારોમાં સર્વેલન્સ આ સમગ્ર કામગીરી DySP એમ.કે. સ્વામી અને PI રાદડિયાના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને ગરબાડા પંથકના અંતરિયાળ અને સંવેદનશીલ વિસ્તારોમાં, જ્યાં સામાન્ય ગાડીઓ કે પદયાત્રા દ્વારા પેટ્રોલિંગ કરવું પડકારજનક બનતું હોય છે, ત્યાં ડ્રોન કેમેરાની મદદથી આકાશમાંથી ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ ટીમ દ્વારા સ્થળ પરથી ડ્રોન ઉડાડીને સમગ્ર પંથકની સુરક્ષા વ્યવસ્થાની આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી. હવેથી રાત્રિના સમયે પણ ડ્રોન કેમેરાથી સતત મોનિટરિંગ કરાશે ગરબાડા પોલીસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પણ આ હાઈટેક સર્વેલન્સ કામગીરી ચાલુ રાખવામાં આવશે. હવેથી ખાસ કરીને રાત્રિના સમયે ગરબાડાના તમામ મુખ્ય તેમજ અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી સતત નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવશે, જેથી રાત્રિ દરમિયાન થતી ચોરી અને ઘરફોડ જેવી ઘટનાઓને સદંતર રોકી શકાય. પોલીસના આ પ્રશંસનીય પગલાથી સ્થાનિક નાગરિકોમાં સુરક્ષા અને શાંતિની ભાવના વધુ મજબૂત બની છે. આ પણ વાંચો : Ahmedabad News : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ, બુધવારે ફ્લેશ ફ્લડ બાદ સંપર્ક તૂટ્યો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan