Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Dahod: ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી સાહિત્ય પધરાવવાનું કૌભાંડ, CRC પૂર્વીબેન ઉપાધ્યાયની પ્રતિનિયુક્તિ રદ

📰 Sandesh 🕐 1 min read 📅 August 21, 2026 👁 3 views
Dahod: ફતેપુરાની ખાનગી શાળામાં સરકારી સાહિત્ય પધરાવવાનું કૌભાંડ, CRC પૂર્વીબેન ઉપાધ્યાયની પ્રતિનિયુક્તિ રદ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી ‘ટચ ધ લાઈટ’ નામની ખાનગી શાળામાં સરકારી શાળા માટે આવેલા શિક્ષણ સાહિત્યનો જથ્થો બિનઅધિકૃત રીતે મોકલી આપવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. દાહોદ શિક્ષણ વિભાગની મોટી કાર્યવાહી સલરા ક્લસ્ટરના સીઆરસી કો-ઓર્ડિનેટર પૂર્વીબેન ઉપાધ્યાય દ્વારા સરકારી શાળાઓ માટે ફાળવવામાં આવેલા સ્માર્ટ બોર્ડ, નિપુણ ભારત મિશનની કીટો તેમજ સમગ્ર શિક્ષા અભિયાન (SSA) નું સરકારી સાહિત્ય ગેરકાયદેસર રીતે આ ખાનગી શાળા સુધી પહોંચાડવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.આ સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાને રાખીને ત્રણ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (TPO) ની સંયુક્ત તપાસ ટીમ રચવામાં આવી હતી. આ ટીમે સુપ્રત કરેલા તપાસ અહેવાલમાં પૂર્વીબેન ઉપાધ્યાયની ગંભીર નિષ્કાળજી, પદનો દુરુપયોગ અને ખાનગી શાળા સાથેની સાંઠગાંઠ સ્પષ્ટપણે સાબિત થઈ હતી. અન્ય શિક્ષકો પર લટકતી તલવાર સંયુક્ત અહેવાલના આધારે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે પૂર્વીબેન ઉપાધ્યાયની સીઆરસી કો-ઓર્ડિનેટર તરીકેની પ્રતિનિયુક્તિ શિક્ષાત્મક પગલાં રૂપે રદ કરી દેવામાં આવી છે અને તેમને તેમની મૂળ શાળામાં પરત મોકલી દેવાયા છે.આ કૌભાંડ માત્ર એક વ્યક્તિ પૂરતું સીમિત ન હોઈ, સાહિત્યની હેરાફેરીમાં મદદ કરનારા અન્ય સ્થાનિક શિક્ષકો અને કર્મચારીઓ સામે પણ ખાતાકીય તપાસ ચાલુ છે. વિભાગીય તપાસ પૂર્ણ થતાં જ દોષિત ઠરનારા અન્ય કર્મચારીઓને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ પણ વાંચો: Sabarkantha: બાળ તસ્કરી કેસમાં ઈકો ચાલક બિપિન ઠાકોર બુટલેગર નીકળ્યો, 7 આરોપીના રિમાન્ડ મંજૂર
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan