Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

દાહોદ DDO એ ICDS યોજનાઓના સમયસર અમલ માટે કડક સૂચના:જિલ્લા પંચાયતની માસિક સમીક્ષા બેઠકમાં અસરકારક અમલીકરણ અને લાભ પહોંચાડવા ભાર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 1, 2026 👁 3 views
દાહોદ DDO એ ICDS યોજનાઓના સમયસર અમલ માટે કડક સૂચના:જિલ્લા પંચાયતની માસિક સમીક્ષા બેઠકમાં અસરકારક અમલીકરણ અને લાભ પહોંચાડવા ભાર
દાહોદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના અધ્યક્ષસ્થાને સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત સી.ડી.પી.ઓની માસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ICDS યોજનાઓના અસરકારક અમલીકરણ અને સમયસર લાભ પહોંચાડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રોની કામગીરી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં FRS માધ્યમથી ટી.એચ.આર. (THR) નું વિતરણ દર મહિનાની 25 તારીખ સુધીમાં 100 ટકા પૂરું કરવા પર ખાસ ભાર મુકાયો હતો. સી.ડી.પી.ઓ અને મુખ્ય સેવિકાઓને આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધા પછી તે જ દિવસે એવટી (AVT) એપ્લિકેશનમાં ઓનલાઈન એન્ટ્રી પૂરી કરવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હતી. પોષણ સુધા યોજનાના બાકી ચૂકવણાં અંગે ગંભીર નોંધ લેવામાં આવી હતી. સંબંધિત અધિકારીઓને નોટિસ આપી લેખિત ખુલાસો મેળવવા અને ઓગસ્ટ મહિના સુધીના તમામ બાકી ચૂકવણાં તાત્કાલિક પૂરા થાય તે સુનિશ્ચિત કરવા આદેશ કરાયો હતો.આ ઉપરાંત, પોષણ ટ્રેકર અને પોષણ સંગમ એપ્લિકેશનમાં બાકી રહેતી તમામ લાભાર્થીઓની એન્ટ્રીઓ ઘટક કક્ષાએ બેઠકો યોજીને સો ટકા ચોકસાઈ સાથે પૂરી કરવા જણાવાયું હતું. આંગણવાડી કેન્દ્રોના બાળકોના વજન અને ઊંચાઈની વિગતો પોષણ ટ્રેકરમાં સંપૂર્ણ સાચી રીતે નોંધાય તે માટે ઘટક કક્ષાના સ્ટાફ દ્વારા ક્રોસ વેરિફિકેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવા સૂચના અપાઈ હતી. આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો સ્થાનિક પદાધિકારીઓના હાથે જ પૂરા કરવા અને બાંધકામ સંબંધિત જમીન વિવાદોનું તાલુકા સંકલન બેઠકમાં ઝડપથી નિરાકરણ લાવવા પર પણ ભાર મુકાયો હતો.સુપોષિત દાહોદ પોર્ટલ પર આંગણવાડી કાર્યકરો દ્વારા રોજ ફોટોગ્રાફ્સ નિયમિત રીતે અપલોડ થાય તે જોવાની જવાબદારી પણ સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટે ICDS અંતર્ગત ચાલતી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો અને છેવાડાના પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે સમગ્ર વહીવટી તંત્રને જવાબદારીપૂર્વક સાથે મળીને કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડૉ. સુધીર જોશી દ્વારા આખી બેઠકનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે હાજર અધિકારીઓએ ICDSની તમામ યોજનાઓના અમલીકરણમાં વધુ નિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીની ભાવના સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા બતાવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan