Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Delhi : 21 વર્ષીય મોડલ મુસ્કાનની હત્યા, જિમ ટ્રેનર પર પરિવારે લગાવ્યો આરોપ

📰 Sandesh 🕐 1 min read 📅 August 27, 2026 👁 3 views
Delhi : 21 વર્ષીય મોડલ મુસ્કાનની હત્યા, જિમ ટ્રેનર પર પરિવારે લગાવ્યો આરોપ
નવી દિલ્હીના તિલક નગર વિસ્તારમાં આવેલા ઓલ્ડ મહાવીર નગરમાં બુધવારે સાંજે 21 વર્ષીય વિદ્યાર્થી અને મોડલ મુસ્કાનની ઘરમાં ઘૂસીને ચાકુ મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના સમયે મુસ્કાન ઘરમાં એકલી હતી. પાડોશીઓએ તેની ચીસો સાંભળીને દોડી આવ્યા ત્યારે તે લોહીલુહાણ હાલતમાં મળી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. હુમલો કર્યા બાદ આરોપી ફરાર પોલીસના જણાવ્યા મુજબ, આરોપી બુધવારે સાંજે આશરે 5 વાગ્યે મુસ્કાનના ઘરે ઘૂસ્યો હતો અને તેના પર અનેક વખત ચાકુથી હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. મુસ્કાન પોતાના માતા-પિતા અને ચાર ભાઈ-બહેનો સાથે ચાર માળની ઇમારતના બીજા માળે રહેતી હતી. પરિવારે જિમ ટ્રેનર ઈમરાન પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારનો દાવો છે કે ઈમરાન મુસ્કાનને પરેશાન કરતો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે તેના જિમ અને ઘર સહિત અન્ય સંભવિત સ્થળોએ દરોડા પાડ્યા છે. મુસ્કાન પાર્ટ-ટાઈમ મોડલ તરીકે કામ કરતી હતી મુસ્કાનના મિત્ર અમને જણાવ્યું કે ઘટનાની જાણ થયા બાદ તેને મુસ્કાનની મોટી બહેનનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક ઘરે આવવા કહેવામાં આવ્યું હતું. પરિવાર પાસેથી મળેલી માહિતી મુજબ, મુસ્કાને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને તે પાર્ટ-ટાઇમ મોડલ તરીકે કામ કરતી હતી. પોલીસ હાલ આરોપીની શોધખોળ કરી રહી છે. આ પણ વાંચો : India-Japan સ્ટાર્ટઅપ કનેક્ટને વેગ, આગામી 4 વર્ષમાં રૂપિયા 7 લાખ કરોડનું રોકાણ કરશે જાપાન: પીયૂષ ગોયલ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan