top
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ
દિલ્હીના મોતી બાગ વિસ્તારમાં સત્ય નિકેતન પાસે પાંચ માળની હોસ્ટેલ બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, દુર્ઘટના સમયે ઈમારતમાં અંદાજે 20 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. જેમાંથી 15થી 20 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બચાવ ટુકડીઓ કાટમાળ હટાવીને ફસાયેલા લોકોને શોધી રહી છે. ઈમરજન્સી સેવાઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. ઘટનાના કારણોની તપાસ બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ કરવામાં આવશે.