Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Dhanera: પેગિયા ગામે ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધર્મ પરિવર્તનનો ગંભીર આક્ષેપ

📰 Sandesh 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
Dhanera: પેગિયા ગામે ગર્ભવતી મહિલા સાથે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ધર્મ પરિવર્તનનો ગંભીર આક્ષેપ
બનાસકાંઠાના સરહદી ધાનેરા તાલુકાના પેગિયા ગામેથી કાયદો અને વ્યવસ્થાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. ગામની એક પરણિત અને ગર્ભવતી મહિલાએ પોતાના જ ગામ અને આસપાસના ચાર શખ્સો સામે માનસિક અને શારીરિક શોષણની ગંભીર પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધાનેરામાં મહિલાનું ધર્મ પરિવર્તન કરાવ્યાનો આરોપ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ મહિલાનો અંગત વીડિયો ઉતારી લીધો હતો. આ અંગત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને આરોપીઓ તેને સતત બ્લેકમેલ કરતા હતા. વીડિયો વાયરલ કરવાનો ભય બતાવી મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે વારંવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કરાયો છે. મહિલાએ ફરિયાદમાં વધુમાં ચોંકાવનારો આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ તેની સાથે મારપીટ કરી હતી અને જો તે કોઈને વાત કરશે તો તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીઓ અને દબાણ હેઠળ હિન્દુ મહિલાનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન પણ કરાવવામાં આવ્યું હતું. ધાનેરા પોલીસે 4 સામે ગુનો નોંધ્યો મહિલાની ફરિયાદના આધારે ધાનેરા પોલીસે (1) અખ્તરશા રજબશા ફકીર, (2) આરીફ રજબશા ફકીર, (3) ઈલિયાસ રજબશા ફકીર અને (4) સલીમશા જુમાશા ફકીર સામે ગુનો નોંધ્યો છે. ગર્ભવતી મહિલાની ગંભીર ફરિયાદને પગલે ધાનેરા પોલીસ હરકતમાં આવી છે. પોલીસે કાયદેસરની કલમો હેઠળ ગુનો દાખલ કરી પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવવા અને આરોપીઓની વહેલી તકે અટકાયત કરવા ચક્ર ગતિમાન કર્યા છે. આ પણ વાંચો: Ahmedabad: વાસણામાંથી 1.01 લાખની નશાકારક કફ સિરપ સાથે રીક્ષાચાલક ઝડપાયો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan