Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

Dhirendra Shastri: બાગેશ્વર બાબાના નિવેદનથી વિવાદ વકર્યો, અખિલેશે કરી આજીવન પ્રતિબંધની માગ

📰 Sandesh 🕐 1 min read 📅 November 3, 2026 👁 4 views
Dhirendra Shastri: બાગેશ્વર બાબાના નિવેદનથી વિવાદ વકર્યો, અખિલેશે કરી આજીવન પ્રતિબંધની માગ
બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ અંગે કરવામાં આવેલી ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં શ્રીરામ કથા દરમિયાન કરવામાં આવેલી ટિપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ સંત સમાજથી લઈને રાજકીય વર્તુળોમાં વિરોધ શરૂ થયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ ટિપ્પણીને ઈશ્વરની નિંદા ગણાવી છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમો પર આજીવન પ્રતિબંધ મૂકવાની સાથે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. બીજી તરફ, સાંસદ પપ્પુ યાદવ બાગેશ્વર બાબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે આજે તેઓ સત્તાના આશીર્વાદ ધરાવતા કથાકાર વિરુદ્ધ કેસ નોંધાવવા જઈ રહ્યા છે. અખિલેશ, તેજસ્વી અને મહુઆએ પણ ઉઠાવ્યા સવાલ આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે પહેલાં આ લોકો માણસોમાં ભાગલા પાડતા હતા અને હવે ભગવાનને પણ વહેંચવા લાગ્યા છે. કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલે કટાક્ષ કરતાં સવાલ કર્યો કે હિંદુ ધર્મના ઠેકેદારોની લાગણીઓ હવે કેમ દુભાતી નથી? સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને મહુઆ મોઇત્રાએ પણ આ મામલે ભાજપની ચુપકીદી પર સવાલ ઉઠાવ્યા છે. વિવાદ વધ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતાં માફી માગી છે. જોકે, તેમની ટિપ્પણીને લઈને રાજકીય વિવાદ યથાવત્ છે. ‘રામ સીધા, કૃષ્ણ વાંકા’... ટિપ્પણીથી શરૂ થયો વિવાદ આ વિવાદની શરૂઆત મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કરેરામાં યોજાયેલી શ્રીરામ કથા દરમિયાન થઈ હતી. 29 ઓક્ટોબરે કથા દરમિયાન બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની સરખામણી કરતાં ટિપ્પણી કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે અયોધ્યા અને ભગવાન શ્રીરામ સીધા છે, જ્યારે વૃંદાવન અને ભગવાન શ્રીકૃષ્ણ વાંકા છે. આ જ ક્રમમાં તેમણે વાંસળી વગાડવા અને ધનુષ ચલાવવાને લઈને પણ સરખામણી કરી હતી. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ બ્રજ વિસ્તારના સંતો અને યાદવ સમાજના કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. વિરોધ કરનારાઓનું કહેવું છે કે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ બંને સનાતન પરંપરામાં પૂજનીય છે. તેમની વચ્ચે આ રીતે સરખામણી કરવાથી ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે છે. વિવાદ વધતાં આ મુદ્દો ધાર્મિક ચર્ચામાંથી બહાર આવીને રાજકીય નિવેદબાજીનો વિષય પણ બની ગયો છે. અખિલેશ યાદવ બોલ્યા- ઈશ્વરની નિંદા માટે ક્યારેય માફી નહીં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. અખિલેશે સોશિયલ મીડિયા પર લખ્યું કે માનવીય ભૂલો માટે માફી આપી શકાય છે, પરંતુ ઈશ્વરની નિંદા માટે ક્યારેય નહીં. અખિલેશે માગ કરી હતી કે આવા લોકોના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવે, તેમને નવી મંજૂરી આપવામાં ન આવે અને જાહેર જીવનમાં તેમનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવે. તેમણે લખ્યું કે દેશભરમાં આવા લોકોના કાર્યક્રમો પર આજીવન પ્રતિબંધ મૂકવો સમાજના હિતમાં રહેશે. અખિલેશે પોતાની પોસ્ટમાં વધુમાં કહ્યું કે જો કોઈ વ્યક્તિ આખી જિંદગી એકાંતવાસમાં રહીને પસ્તાવો અને પ્રાયશ્ચિત કરે તો પણ ધર્મમાં શ્રદ્ધા ધરાવનાર તેને માફ નહીં કરે. તેમણે કહ્યું કે માણસમાં એટલો અહંકાર ન હોવો જોઈએ કે તે પોતાને ઈશ્વરથી ઉપર સમજવા લાગે. અખિલેશે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી. આ પહેલાં અન્ય એક પોસ્ટમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સનાતન સમાજની એકતા તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમના મતે, પૂજનીય અવતારો વચ્ચે નકારાત્મક ભાવથી અપમાનજનક સરખામણી કરવી એ સનાતન સમાજ વિરુદ્ધ ઊંડું ષડયંત્ર છે. તેમણે આ મામલે ઊંડી તપાસ અને ઉચ્ચ સ્તરે સંજ્ઞાન લઈને દંડાત્મક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તેજસ્વી યાદવ બોલ્યા- પહેલાં માણસોને, હવે ભગવાનને વહેંચવા લાગ્યા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવે પણ આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ભગવાન શ્રીકૃષ્ણને લોકએકતા અને સમાનતાના પ્રતીક ગણાવ્યા હતા. તેજસ્વીએ કહ્યું કે તેમના વિશે કરવામાં આવેલી ટિપ્પણી અયોગ્ય, અક્ષમ્ય અને મર્યાદા વિરુદ્ધ છે. તેજસ્વીએ લખ્યું હતું, 'રામ અને કૃષ્ણ એકબીજાના પૂરક છે. આ નફરત ફેલાવનારા લોકો પહેલાં માણસોમાં ભાગલા પાડતા હતા અને હવે ભગવાનને પણ વહેંચવા લાગ્યા છે. રાજકીય લાલચમાં તેઓ હજુ કેટલા નીચે ઊતરશે?' તેજસ્વીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે લોકસમાનતા અને સનાતન એકતાને તોડનારા વ્યક્તિના સમર્થકોએ સામે આવીને દેશ, સમાજ અને સનાતનીઓની માફી માગવી જોઈએ. પોસ્ટના અંતમાં તેમણે 'હરે કૃષ્ણ, હરે રામ' મહામંત્ર પણ લખ્યો હતો. પ્રિયંકા ચતુર્વેદી અને મહુઆ મોઇત્રાએ ભાજપને ઘેર્યું શિવસેના (UBT)નાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું હતું, 'રામ પણ મારા, શ્યામ પણ મારા, જે ભેદભાવ કરે છે તેઓ અજ્ઞાનથી ભરેલા છે.' આ સંદેશ દ્વારા તેમણે ભગવાન રામ અને ભગવાન કૃષ્ણને અલગ-અલગ જૂથમાં વહેંચવાના પ્રયાસ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે અંગ્રેજીમાં પોસ્ટ કરીને સવાલ કર્યો હતો કે ભગવાન શ્રીકૃષ્ણ વિશે આવી વાત કરનાર વ્યક્તિના મામલે ભાજપ મૌન કેમ છે? મહુઆએ કહ્યું કે જો આવું નિવેદન અન્ય કોઈએ આપ્યું હોત તો ભાજપ સાથે જોડાયેલા લોકો મોટો વિરોધ કરતા. તેમણે ભાજપને સવાલ કર્યો કે શું તે પોતાના કથિત સમર્થક બાબાને નિયંત્રિત કરી શકતી નથી? ભૂપેશ બઘેલનો કટાક્ષ- હિંદુ ધર્મના ઠેકેદારો ક્યાં છે? છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેશ બઘેલે પણ ધીરેન્દ્ર શાસ્ત્રી પર પ્રહાર કર્યા હતા. તેમણે કટાક્ષ કરતાં લખ્યું હતું કે, 'કોઈક કેમિકલની ગડબડ છે... તેમની હડકવા વગેરેની તપાસ કરાવવી યોગ્ય રહેશે.' ભૂપેશ બઘેલે કહ્યું કે હવે ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે પણ ભેદ બતાવવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે હિંદુ-હિંદુ કરનારા બાબા હવે હિંદુઓના આરાધ્ય દેવી-દેવતાઓની મજાક ઉડાવી રહ્યા છે. બઘેલે સવાલ કર્યો કે હિંદુ ધર્મના ઠેકેદારો ક્યાં છે અને શું તેમની ધાર્મિક લાગણીઓ દુભાતી નથી? તેમનું આ નિવેદન પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું હતું. સંત સમાજ અને યાદવ સમાજે પણ નોંધાવ્યો વિરોધ બ્રજ વિસ્તારના સંતો અને યાદવ સમાજના કેટલાક લોકોએ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો. વિરોધ દરમિયાન તેમના વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પૂતળાંનું દહન પણ કરાયું હતું. વિવાદ વધતાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી અને માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે તેમની વાતનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તેઓ પોતે ભગવાન ઠાકુરજી અને બ્રજના ભક્ત છે. ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચે ભેદ ઊભો કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાની વાતને એક પ્રચલિત પદ અને તેની સમજણ સાથે જોડતાં કહ્યું હતું કે તેમણે આ ટિપ્પણી ભાવના અને વિનોદમાં કરી હતી. જોકે, તેમની વાતથી કોઈની લાગણી દુભાઈ હોય તો તેમણે માફી માગી હતી. તેમણે એમ પણ કહ્યું કે લોકો આખો વીડિયો જોવાને બદલે તેનો એક ભાગ જોઈને તેમને કૃષ્ણ વિરોધી ગણાવી રહ્યા છે. વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan