top
ધોરણ 1 અને 2ના બાળકોએ દીપ-સ્વસ્તિકની રચના બનાવી:સરસ્વતી શિશુમંદિરમાં દિવાળી પહેલાં પ્રવૃત્તિ યોજાઈ, ભારતીય સંસ્કૃતિના પ્રતીકોનું મહત્વ સમજાવાયું
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સાથે જોડાયેલી અને ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિરના ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલમાં દિવાળી પર્વ નિમિત્તે રચનાત્મક પ્રવૃત્તિ યોજાઈ. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લઈને ‘દીપ’ અને ‘સ્વસ્તિક’ની રચના બનાવી. દિવાળી પહેલાં યોજાયેલી આ પ્રવૃત્તિમાં બાળકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીકોનું મહત્વ સમજાવવામાં આવ્યું. દીપ અજ્ઞાન દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાની પ્રેરણા આપે છે, જ્યારે સ્વસ્તિક કલ્યાણ અને મંગળ ભાવનાનું પ્રતીક છે. આ બંને પ્રતીકો શ્રદ્ધા, સંસ્કાર, જ્ઞાન, સુખ અને સમૃદ્ધિનો સંદેશ આપે છે. પ્રવૃત્તિમાં ભાગ લઈને બાળકોએ રચનાત્મક કૌશલ્ય દર્શાવ્યું અને ભારતીય સંસ્કૃતિના પ્રતીકો વિશે માહિતી મેળવી.
Read full article on Divya Bhaskar