Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ધરોઈમાં લૂંટ વિથ મર્ડરના 48 દિવસ બાદ પણ આરોપીઓ બેખોફ:પાટીદાર સમાજ અને વેપારીઓ રસ્તા પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની ચીમકી; સતલાસણામાં વિશાળ રેલી બાદ મામલતદારને આવેદન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
ધરોઈમાં લૂંટ વિથ મર્ડરના 48 દિવસ બાદ પણ આરોપીઓ બેખોફ:પાટીદાર સમાજ અને વેપારીઓ રસ્તા પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની ચીમકી; સતલાસણામાં વિશાળ રેલી બાદ મામલતદારને આવેદન
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ગામે ધરોઈ કંપા વિસ્તારમાં ગત 10 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સુમારે ઘટેલી લૂંટ, ધાડ અને હત્યાની ચકચારી ઘટનાને 1 મહિનો અને 18 દિવસ (48 દિવસ) કરતાં વધુ સમય વીતી ચૂક્યો હોવા છતાં સ્થાનિક પોલીસ તંત્ર હજુ સુધી આ ગુનાનો ભેદ ઉકેલવામાં સાવ વામણું પુરવાર થયું છે. આ ઘટનામાં પટેલ પરિવારના રહેણાક મકાનને નિશાન બનાવી ઘાતકી હથિયારો સાથે ત્રાટકેલા અજાણ્યા ધાડપાડુઓએ નિર્દયી હુમલો કર્યો હતો. જેમાં 80 વર્ષીય વૃદ્ધા દિવાબેન શંકરભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યો શારદાબેન અને વીરાભાઈ ગંભીર રીતે લોહીલુહાણ થયા હતા. લૂંટારુઓ ઘરમાંથી આશરે ₹10 લાખની મતાની ઘરફોડ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પોલીસની ઢીલી કામગીરીથી સતલાસણા પંથકમાં ભય અને અસલામતીનો માહોલ આટલી ગંભીર અને લોહિયાળ ઘટનાને લાંબો સમય પસાર થઈ જવા છતાં પોલીસ પ્રશાસન દ્વારા કોઈ નક્કર કડી મેળવી શકાઈ નથી કે ગુનેગારો સુધી પહોંચવામાં સફળતા મળી નથી. આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાથી ભોગ બનનાર પીડિત પરિવાર સહિત સમગ્ર સતલાસણા તાલુકાની જનતામાં ભારે ફફડાટ, અસલામતી અને ઉગ્ર આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે. અગાઉ પણ આ પંથકમાં નાની-મોટી ચોરીઓની વણઝાર સર્જાઈ હોવા છતાં કડક પોલીસ કાર્યવાહીના અભાવે સામાન્ય નાગરિકો અને વેપારીઓ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. સર્વ સમાજ અને પાટીદાર આગેવાનોએ વિશાળ રેલી યોજી મામલતદારને ઘેર્યા પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે લોકરોષ ચરમસીમાએ પહોંચતાં ગઢવાડા કડવા પાટીદાર સમાજ, સતલાસણા તાલુકાના સર્વ સમાજના અગ્રણીઓ, સ્થાનિક વેપારી મંડળના સભ્યો તેમજ સરદાર પટેલ સેવાદળ ગ્રૂપના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ન્યાયની માંગ સાથે નગરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ મામલતદાર કચેરી ખાતે પહોંચીને રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ડીજીપી, ગૃહ સચિવ, કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને સંબોધતું એક વિસ્તૃત આવેદનપત્ર વહીવટી તંત્રને સુપરત કરવામાં આવ્યું હતું. ટ્રિપલ મર્ડર જેવો મોટો કાંડ બની શક્યો હોત: પ્રમુખ જંતીલાલ પટેલ આવેદનપત્ર પાઠવતી વખતે ગઢવાડા કડવા પાટીદાર સમાજના પ્રમુખ જંતીલાલ જોયતારામ અને અન્ય આગેવાનોએ તંત્ર સમક્ષ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ કોઈ સામાન્ય ચોરીનો કેસ નથી પરંતુ એક નિર્દોષ વૃદ્ધાની કરપીણ હત્યા અને લાખો રૂપિયાની ધાડનો જઘન્ય અપરાધ છે. જો હુમલાખોરો વધુ ઘાતક બન્યા હોત તો આ ઘટના ટ્રિપલ મર્ડરમાં ફેરવાઈ ગઈ હોત. આવા ગંભીર કિસ્સામાં પણ જો પોલીસ તંત્ર આરોપીઓને પકડી ન શકતું હોય તો પ્રજાની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થાય છે. સરકારે પોતાની તમામ તાકાત અને સ્પેશિયલ ટીમો કામે લગાડીને ગુનેગારોને તુરંત જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. યોગ્ય તપાસ નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી આવેદનપત્ર દ્વારા આગેવાનોએ માંગ કરી છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, કેસની તટસ્થ અને ઝડપી ન્યાયિક તપાસ થાય, પીડિત પરિવાર તેમજ ઈજાગ્રસ્તોને પૂરતું પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે અને એફઆઈઆરમાં લૂંટ તથા ધાડની કડક કલમોનો ઉમેરો કરવામાં આવે. જો આગામી દિવસોમાં પોલીસ તંત્ર કોઈ સંતોષકારક અને નક્કર પરિણામ નહીં આપે, તો સમગ્ર સતલાસણા તાલુકાના તમામ સમાજો સાથે મળીને ગાંધીચિંધ્યા માર્ગે ચક્કાજામ અને ઉગ્ર આંદોલન છેડશે, જેની સંપૂર્ણ વહીવટી જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan