Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
education

ગુણોત્સવ મૂલ્યાંકનકારોને દૂરના તાલુકા ફાળવાતા વિરોધ:અરવલ્લીના શિક્ષકોમાં નારાજગી, શૈક્ષિક મહાસંઘે DIETમાં રજૂઆત કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
ગુણોત્સવ મૂલ્યાંકનકારોને દૂરના તાલુકા ફાળવાતા વિરોધ:અરવલ્લીના શિક્ષકોમાં નારાજગી, શૈક્ષિક મહાસંઘે DIETમાં રજૂઆત કરી
રાજ્યભરમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શરૂ કરાયેલા G-SQAAF એટલે કે ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત હવે મૂલ્યાંકનકારોની તાલુકા ફાળવણીને લઈને વિવાદ સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લામાં બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે પસંદગી પામેલા શિક્ષકોને પોતાની માંગણી સિવાયના અંતરિયાળ અને દૂરના તાલુકાઓ સોંપવામાં આવતા રોષ ફેલાયો છે. આ મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - અરવલ્લી દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને બાહ્ય મૂલ્યાંકનકાર તરીકે કામગીરી સોંપવામાં આવી છે. ઓનલાઇન અરજી કરતી વખતે તમામ શિક્ષકો તેમજ વેરિફાયર્સ દ્વારા પોતાના ઘરની નજીકના કે સ્થાનિક તાલુકાઓની પસંદગી કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં જાહેર થયેલી યાદી અને ઓર્ડર જોતાં શિક્ષકોમાં આશ્ચર્ય અને નારાજગી ફેલાઈ છે. શિક્ષકોની માંગણી અને પસંદગીને અવગણીને તેમને પોતાના તાલુકાથી ઘણા દૂરના વિસ્તારો ફાળવી દેવામાં આવ્યા છે. દૂરના તાલુકાઓમાં ફાળવણી થવાને કારણે શિક્ષકો સામે ભૌગોલિક અને વાહન વ્યવહારની સમસ્યાઓ ઊભી થઈ છે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં સમયસર પહોંચવા માટે યોગ્ય સરકારી કે ખાનગી વાહન વ્યવહાર ઉપલબ્ધ નથી. ખાસ કરીને જે શિક્ષકો પાસે પોતાના અંગત વાહનો નથી અથવા જેઓ ફાળવાયેલા તાલુકાના ભૌગોલિક વિસ્તારથી સાવ અજાણ છે, તેમને સમયસર શાળાઓ સુધી પહોંચવું મુશ્કેલ બનશે. આ ઉપરાંત, મહિલા શિક્ષકોની સલામતી અને સુવિધાને લઈને પણ મુશ્કેલી ઊભી થઈ છે, જેનાથી સમગ્ર મૂલ્યાંકન કામગીરી પર અસર થવાની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - અરવલ્લી દ્વારા સાકરીયા (મોડાસા) સ્થિત DIET ના પ્રાચાર્યને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મહાસંઘે ધ્યાન દોર્યું છે કે સંયુક્ત નિયામકશ્રી (વ્યાસ સાહેબ) દ્વારા રાજ્યના તમામ DIET કેન્દ્રોને સ્થાનિક કક્ષાએ શિક્ષકોની માંગણી મુજબ તાલુકા ફેરફાર કરવા અગાઉથી જ જરૂરી સૂચનાઓ આપેલી છે. આથી, વેરિફાયર્સની આ મુશ્કેલીઓ ધ્યાને લઈને તેમને પોતાના સ્થાનિક કે નજીકના તાલુકામાં તાત્કાલિક ફેરબદલી કરવામાં આવે, જેથી ગુણોત્સવ જેવી મહત્વપૂર્ણ શૈક્ષણિક કામગીરી કોઈ પણ અવરોધ વિના, સરળતાથી અને સમયસર પૂર્ણ થઈ શકે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan