Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

DIGP નિર્લિપ્ત રાયનું સન્માન કરાયું:વાર્ષિક ઇન્સ્પેક્શન પછી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારે સ્મૃતિચિહ્ન આપી આભાર માન્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 3 views
DIGP નિર્લિપ્ત રાયનું સન્માન કરાયું:વાર્ષિક ઇન્સ્પેક્શન પછી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારે સ્મૃતિચિહ્ન આપી આભાર માન્યો
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) નિર્લિપ્ત રાયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું. ઇન્સ્પેક્શન અને વિવિધ કાર્યક્રમો પૂરા થયા બાદ જિલ્લા પોલીસ પરિવારે તેમનું સન્માન કર્યું અને સ્મૃતિચિહ્ન આપ્યું. ઇન્સ્પેક્શન દરમિયાન નિર્લિપ્ત રાયે જિલ્લા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. તેમણે પોલીસની કામગીરી વધુ સારી બનાવવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને નાગરિકોની સમસ્યાઓનો ઝડપથી ઉકેલ લાવવા પ્રજાલક્ષી અભિગમ અપનાવવા કહ્યું. તેમણે પોલીસની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા. અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ જવાબદારીથી નિભાવવા તથા લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે તે માટે સતત પ્રયાસ કરવા જણાવ્યું. માર્ગદર્શન અને વહીવટી નેતૃત્વ બદલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવારે નિર્લિપ્ત રાયનો આભાર માન્યો. સ્મૃતિચિહ્ન આપીને તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કર્યું. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ પરિવારે આગામી સમયમાં પોલીસની કામગીરી વધુ સારી બનાવવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને લોકોની સેવા કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan