દિશા સાલિયાન કેસ: આદિત્ય ઠાકરે બાદ હવે ઉદ્ધવ ઠાકરે બોલ્યા, 'મારું પણ નામ...'
Disha Salian Case: દિશા સાલિયાન મૃત્યુ કેસમાં FIR નોંધાયા બાદ શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ કેસમાં તેમનું નામ પણ લેવામાં આવી રહ્યું છે, જ્યારે તેમનો સંબંધિત વ્યક્તિ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે આ રીતે નામ લેવામાં આવવું રાજકીય હેતુથી પ્રેરિત છે.
મારું પણ નામ છે, તમારું પણ નામ આવશે- ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “મારું પણ નામ છે. તમારું પણ નામ આવશે. ક્યાં સુધી સહન કરતા રહીશું? મોદી અને ટ્રમ્પનું પણ નામ આવશે. આખરે નામ કેમ લેવામાં આવી રહ્યું છે? આ રાજકીય ઉદ્દેશ્યથી પ્રેરિત છે.”
આ પણ વાંચો...BRICS બાદ દુનિયાના આ નેતાઓની બગડી તબિયત, જાણો MEAએ શું કર્યો ખુલાસો
ઉદ્ધવ ઠાકરેએ કાનૂની રસ્તો અપનાવવાની આપી ચેતવણી
પૂર્વ સીએમે કહ્યું કે અત્યાર સુધી તેઓ આ મામલે ચૂપ હતા પરંતુ સતત થઈ રહેલા ચરિત્રહનને લઈને ચેતવણી આપતા કહ્યું કે જો આ બધું બંધ નહીં થાય તો તેઓ પણ કાનૂની રસ્તો અપનાવશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું, “અમે ચૂપ હતા. બિનજરૂરી ચરિત્રહનન બહુ થઈ ગયું, બસ. નહિતર અમે પણ કાનૂની રસ્તે જઈશું. અમારો તેની સાથે કોઈ સંબંધ નથી.”
Mumbai, Maharashtra: On Shiv Sena (UBT) chief Uddhav Thackeray's statement, Satish Salian, the father of the late Disha Salian says, "....Then why don't you control and rein in your son? Why do you let him do wrong things? When someone engages in wrongful acts, defamation is... pic.twitter.com/D2bbPv0aat
— IANS (@ians_india) September 17, 2026
કોઈ ખોટું કામ કરશે તો બદનામી તો થશે જ- સતીશ સાલિયાન
બીજી તરફ, દિવંગત દિશા સાલિયાનના પિતા સતીશ સાલિયાનને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે કે તેમના પુત્રને બદનામ કરવામાં આવી રહ્યો છે. આના પર તેમણે કહ્યું, ''તમે તમારા પુત્રને સાચવીને રાખો. તમે તેને ખોટું કામ કેમ કરવા દો છો? જ્યારે કોઈ ખોટું કામ કરશે તો બદનામી તો થશે જ, ખાસ કરીને ત્યારે જ્યારે તે આટલા મોટા પદ પર હોય. તેને મંત્રી કેમ બનાવ્યો? મંત્રી જનતાની સુરક્ષા કરવા માટે બને છે, લોકોને ખરાબ કરવા માટે નથી બનતો.''
તેમણે એ પણ કહ્યું કે અમે લોકો શનિવારે (19 સપ્ટેમ્બર) 4 વાગ્યે તેના ઘરે નોટિસ આપવા માટે જવાના છીએ. તે અમને ધમકી આપે છે તો અમે પણ બતાવી દઈશું કે એક સામાન્ય માણસની કેટલી તાકાત હોય છે.''
આદિત્ય ઠાકરે જૂઠ્ઠું બોલી રહ્યા છે- સતીશ સાલિયાન
સતીશ સાલિયાને આદિત્ય ઠાકરેને ઘેરતા આગળ કહ્યું, "જો તે જાણતા નથી, તો તેમના મોબાઈલ ટાવરનું લોકેશન કેવી રીતે મેચ થઈ રહ્યું છે? આદિત્ય ઠાકરે સો ટકા જૂઠ્ઠું બોલી રહ્યા છે. મોબાઈલ ટાવરનું લોકેશન મેચ થવું પોતાનામાં જ એક પુરાવો છે. તે અંદર જવાના છે, એટલા માટે બચવાની કોશિશ કરી રહ્યા છે. સારું કામ કરશો તો લોકો સારું બોલશે. તમે ખરાબ કામ કર્યું છે એટલા માટે બદનામી થઈ રહી છે. દીકરીને બદનામ કરશે તો અમે પણ શું તેમને છોડીશું?"