Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

દક્ષિણ-ઉ. પશ્ચિમ ઝોનમાં નવું નેટવર્ક ઊભું કરવા 66 કરોડ ખર્ચાશે:બોપલ-ઘુમામાં વરસાદી પાણી માટે લાઈન નખાશે, 1.20 લાખ લોકોને રાહત થશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 6, 2026 👁 1 views
દક્ષિણ-ઉ. પશ્ચિમ ઝોનમાં નવું નેટવર્ક ઊભું કરવા 66 કરોડ ખર્ચાશે:બોપલ-ઘુમામાં વરસાદી પાણી માટે લાઈન નખાશે, 1.20 લાખ લોકોને રાહત થશે
બોપલ-ઘુમામાં વરસાદી પાણી ન ભરાય તે માટે મ્યુનિ. વોટર સપ્લાય અને સુએઝ કમિટી કમિટી દ્વારા સ્ટોર્મ વોટર લાઈન નાખવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ કામગીરી પાછળ અંદાજે 66 કરોડનો ખર્ચ થશે અને 1.20 લાખ લોકોને રાહત થશે. બોપલ અને ઘુમામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ ત્યાં વરસાદી પાણીના નિકાલ માટેની સુવિધા ઊભી કરવા માટે વોટર સપ્લાય અને સુએઝ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ હતી. જેમાં બોપલ-ઘુમા વિસ્તારમાં દ.પશ્ચિમ ઝોનમાં વરસાદી પાણીના નેટવર્ક માટે 32.07 કરોડનું કામ રજૂ કરાયું હતું. જેમાં આ વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવશે. તે રીતે બોપલ - ઘુમાનો ઉ.પશ્ચિમ ઝોનમાં આવેલા વિસ્તારમાં પણ આ પ્રમાણે સ્ટોર્મ વોટર લાઇન નખાશે. જે માટે 25.97 કરોડનો ખર્ચ થશે. નોંધનીય છેકે, આ વિસ્તારમાંસ્ટોર્મ વોટર લાઈન નાખ્યા બાદ વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઇ જશે. ઉલ્લેખનીય છે કે, વરસાદના કારણે બોપલ-ઘુમામાં અનેક સોસાયટીઓમાં 3થી 4 દિવસ સુધી વરસાદ પાણીનો નિકાલ થયો ન હતો. વોટર સપ્લાય અને સુએઝ કમિટીના ચેરમેને કહ્યું કે, વરસાદી પાણીના નિકાલ માટે રજૂ કરાયેલા કામોને કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. હેબતપુરમાં તળાવોને ઈન્ટરલિંકિંગ કરવામાં આ‌વશે વરસાદી પાણી એક તળાવમાંથી બીજા તળાવમાં સરળતાથી જઇ શકે તે માટે વિવિધ તળાવોને ઇન્ટરલિંકિંગ કરવાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે. જેથી એક વિસ્તારમાં ભરાયેલા પાણી સરળતાથી અન્ય વિસ્તારના તળાવમાં પાસ કરી દેવાશે. તેમજ એક તળાવ પૂર્ણ ભરાઇ જાય તો વધારાનું પાણી બીજા તળાવમાં પહોંચાડી શકાશે. તમામ તળાવમાં વધારાનું પાણી બાદમાં ગોતા-ગોધાવી કેનાલ મારફતે નિકાલ કરી શકાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan