Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

દમણમાં 0.989 કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો:NDPS એક્ટ હેઠળ ગુનો, 25 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 2 views
દમણમાં 0.989 કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો:NDPS એક્ટ હેઠળ ગુનો, 25 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર
દમણ પોલીસે નશાકારક પદાર્થો સામેની કાર્યવાહી અંતર્ગત કચીગામ વિસ્તારમાંથી 0.989 કિલો ગાંજા સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરાતા 25 ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કચીગામ પોલીસ સ્ટેશનના SHO PSI અનિલકુમાર T.K. અને તેમનો સ્ટાફ ગત રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન કચીગામના ડુંગરી ફળિયા વિસ્તારમાં એક શંકાસ્પદ શખ્સ સફેદ પ્લાસ્ટિકની થેલી સાથે જોવા મળ્યો હતો. પોલીસને જોઈને શખ્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલી સફેદ થેલીની તલાશી લેતા તેમાંથી 0.989 કિલો ગાંજો મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ રવિકુમાર પટેલ (ઉં.વ. 22) જણાવ્યું હતું. તે મૂળ મધ્યપ્રદેશનો છે અને હાલ કચીગામના ડુંગરી ફળિયા, આંબાવાડી વિસ્તારમાં સંજયભાઈ પટેલ ચાલીમાં રૂમ નં. 01માં રહે છે. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ આરોપીને દમણ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 25 ઓગસ્ટ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આરોપી પાસેથી ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કોઈ શખ્સ સંડોવાયેલો છે કે કેમ તે અંગે સઘન તપાસ કરી રહી છે. દમણ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, ગાંજા કે અન્ય કોઈપણ પ્રકારના ડ્રગ્સની ખરીદી-વેચાણ અંગે માહિતી મળે તો તાત્કાલિક 112 નંબર પર જાણ કરવી. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan