Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મોંઘીદાટ ફી વસૂલતી સ્કૂલ કેન્ટીનમાં ફૂડ સેફ્ટીના ધજાગરા:DPSની કેન્ટીનમાં ગંદકીનું સામ્રાજ્ય, આલુ મેથીનું શાક અને આઇસક્રીમના સેમ્પલ લઈ નોટિસ ફટકારાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 5 views
મોંઘીદાટ ફી વસૂલતી સ્કૂલ કેન્ટીનમાં ફૂડ સેફ્ટીના ધજાગરા:DPSની કેન્ટીનમાં ગંદકીનું સામ્રાજ્ય, આલુ મેથીનું શાક અને આઇસક્રીમના સેમ્પલ લઈ નોટિસ ફટકારાઈ
પાટનગર ગાંધીનગરમાં કોબા-અંબાપુર રોડ પર આવેલી હાઈપ્રોફાઈલ અને માતબર ફી વસૂલતી દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)માં માસૂમ બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતાં હોવાનો પર્દાફાશ થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ શાળાની કેન્ટીન પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતાં ત્યાંનું અસ્વચ્છ અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તંત્ર દ્વારા કેન્ટીનમાંથી શંકાસ્પદ ખોરાકના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સ્કૂલ પ્રશાસનને કડક નોટિસ ફટકારવામાં આવી છે. ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન લાખો રૂપિયાનું ડોનેશન અને માતબર ફી લેતી DPS સ્કૂલની કેન્ટીનમાં સેનિટેશન અને સ્વચ્છતાના નામે ભારે બેદરકારી સામે આવી છે. કેન્ટીનના રસોડામાં 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ'ની જોગવાઈઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને અત્યંત ગંદકી વચ્ચે બાળકો માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું હતું. મનપાના ફૂડ વિભાગે કેન્ટીન સંચાલકોને તાત્કાલિક ધોરણે સ્થિતિ સુધારવા માટે કડક ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવી છે. આલુ-મેથીનું શાક અને આઈસ્ક્રીમના સેમ્પલ લેબમાં મોકલાયા દરોડા દરમિયાન આરોગ્યની ટીમે કેન્ટીનમાં પીરસાતા શંકાસ્પદ આલુ-મેથીની સબ્જી તેમજ આઈસ્ક્રીમના સેમ્પલ લઈને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. ફૂડ સેફ્ટી વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર એ.એસ. ઓડે જણાવ્યું હતું કે, લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ શાળા વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. જંકફૂડ પીરસવા અંગે પણ નિયમોનો અનાદર આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, સ્કૂલ કેન્ટીનમાં બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા હાઈ ફેટ, સુગર અને સોલ્ટ (HFSS) યુક્ત જંકફૂડ અંગેના સરકારી નિયમોનો અનાદર થતો હતો. અઠવાડિયાના મેનૂ મુજબ બાળકોને આવો અનહેલ્ધી ખોરાક પીરસવામાં આવતો હતો. સ્કૂલ કેમ્પસમાં આ પ્રકારના ખોરાકના પ્રમોશન અને વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં તેનું ઉલ્લંઘન થતાં ખાસ સૂચના આપવામાં આવી છે. મનપા તમામ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરશે મોંઘીદાટ ફી ચૂકવવા છતાં બાળકોને શુદ્ધ અને સલામત ખોરાક પૂરો પાડવામાં શાળા પ્રશાસન નિષ્ફળ જતાં વાલીઓમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ ફેલાયો છે. મનપાના ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આગામી દિવસોમાં ನಗರની તમામ શાળાઓની કેન્ટીનમાં આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર શાળા સામે સખત પગલાં લેવાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan