Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

દુબઈની સિટીઝનશિપ ધરાવતો 33 કરોડનો કૌભાંડી લવલી ચેન્નઈથી ઝડપાયો:33 લાખ બેરોજગારોનો ડેટા ચોરી વર્ક ફ્રોમ હોમના નામે ફ્રોડ કર્યું, રિક્ષાચાલક બની પોલીસે દબોચ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 24, 2026 👁 2 views
દુબઈની સિટીઝનશિપ ધરાવતો 33 કરોડનો કૌભાંડી લવલી ચેન્નઈથી ઝડપાયો:33 લાખ બેરોજગારોનો ડેટા ચોરી વર્ક ફ્રોમ હોમના નામે ફ્રોડ કર્યું, રિક્ષાચાલક બની પોલીસે દબોચ્યો
સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય મોટા સાયબર નેટવર્કનો પર્દાફાશ કરી લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ સોહનલાલ અરોરા (ઉં.વ. 39) ને ચેન્નઈથી ઝડપી પાડ્યો છે. મૂળ હરિયાણાના રોહતકનો અને છેલ્લા 11 વર્ષથી મુંબઈના દહિસરમાં રહી મેનપાવર સપ્લાયર તરીકે ઓળખ આપતો હતો. તે ચાઈનીઝ ગેંગને મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરા પાડવા ઉપરાંત બોગસ જોબ પોર્ટલ દ્વારા દેશવ્યાપી ઠગાઈ આચરતો હતો. અત્યંત સતર્ક અને છૂપા વેશે રહેતા આ આરોપીને પકડવા સુરત સાયબર ક્રાઈમની ટીમે ચેન્નઈમાં સ્થાનિક રિક્ષાચાલકનો વેશ ધારણ કરી સતત રેકી કરી હતી અને તેને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો. શેર માર્કેટમાં ડોલર ઇન્વેસ્ટમેન્ટના નામે ₹1.52 કરોડની ઠગાઈ આ સમગ્ર મામલાની વિગત મુજબ, સુરતના એક ફરિયાદીને ટેલિગ્રામ ચેનલ મારફતે સંપર્ક કરી શેર માર્કેટમાં ડોલર રોકાણ કરવાથી ગોલ્ડ માઇનિંગ દ્વારા મોટો નફો મેળવવાની લાલચ અપાઈ હતી. ત્યારબાદ બનાવટી વેબસાઈટની લિંક આપી અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ 1,52,63,198 ટ્રાન્સફર કરાવી વિડ્રો કરવા ન દઈ ઓનલાઇન ઠગાઈ આચરાઈ હતી. તપાસ દરમિયાન અગાઉ પકડાયેલા શોએબ નામના આરોપીની પૂછપરછમાં મુખ્ય સૂત્રધાર તરીકે લવલી અરોરાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આરોપી પાસેથી 14 મોબાઈલ ફોન, 3 લેપટોપ અને 57 સિમકાર્ડ કવર સહિત કુલ 3,12,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 33 લાખ યુવાનોનો ડેટા મેળવી 33 કરોડથી વધુનું ફ્રોડ આચર્યું નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર આરોપીના બેંક એકાઉન્ટ્સની તપાસ કરતા દેશભરમાં 113 જેટલી ફરિયાદો અને 33,14,76,909 નું ફ્રોડ નોંધાયેલું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ મુંબઈ, ઈન્દોર, પટના, અમદાવાદ, બેંગ્લોર અને ચેન્નઈ જેવા શહેરોમાં 4 થી 5 ટેલિકોલરો રાખી નાના કોલ સેન્ટરો શરૂ કર્યા હતા. તેણે Naukri.com, Work India અને Apna Job જેવા પ્લેટફોર્મ પરથી ₹2 થી ₹8 ચૂકવી નોકરી વાચ્છુક 33 લાખથી વધુ યુવાનોનો ડેટા મેળવ્યો હતો. આરોપીના લેપટોપમાંથી 33,88,646 કસ્ટમરોનો અંગત ડેટા મળી આવ્યો છે. બોગસ 'Care Compass' સોફ્ટવેર બનાવી જોબ કૌભાંડ ચલાવતો ટેલિકોલરો મારફતે લોકોને વર્ક ફ્રોમ હોમ ડેટા એન્ટ્રી જોબની ઓફર આપી જોબ કોન્ટ્રાક્ટ પેટે શરૂઆતમાં ₹5,000 પડાવવામાં આવતા હતા. ડેટા એન્ટ્રીના કામ માટે આરોપીએ 'Care Compass' નામનું બોગસ સોફ્ટવેર બનાવ્યું હતું. જ્યારે કામ પૂરું થયા બાદ પેમેન્ટ ચૂકવવાનો સમય આવતો, ત્યારે ડેટા એન્ટ્રીમાં યોગ્ય ચોકસાઈ ન હોવાનું બહાનું બતાવી સિક્યોરિટી ડિપોઝિટ પરત ન આપી તેણે 750 થી વધુ લોકો પાસેથી ₹35 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી. તેના લેપટોપમાંથી 266 જેટલા બોગસ જોબ એગ્રીમેન્ટ પણ મળ્યા છે. દુબઈ કનેક્શન અને USDT મારફતે ફંડ ટ્રાન્સફર: ડીસીપી બિશાખા જૈન સાયબર ક્રાઈમ ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, "આરોપી લવલી અરોરા અગાઉ 12 થી 15 વખત દુબઈ જઈ ચૂક્યો છે અને ત્યાં ફોરેક્સ ટ્રેડિંગની વેબસાઈટ પણ ચલાવતો હતો. તે ભારતમાં અન્ય એજન્ટો પાસેથી 3% કમિશન પર મ્યુલ એકાઉન્ટ્સ મેળવી દુબઈમાં બેઠેલા ચાઈનીઝ ગેંગના મુખ્ય સાગરિતોને 3.50% કમિશન પર આપતો હતો. સાયબર ફ્રોડના રૂપિયાને તે USDT (ક્રિપ્ટોકરન્સી) માં કન્વર્ટ કરીને વિદેશ મોકલતો હતો. આરોપી ઉચ્ચ શિક્ષિત હોવાથી અંગ્રેજીમાં જ વાતચીત કરતો હતો. સુરત સાયબર સેલે આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના આ મોટા નેટવર્કને તોડી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે."
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan