top
દુષ્કર્મ કેસમાં સજા કાપી રહેલા આસારામે ફરી હંગામી જામીન માગ્યા:જોધપુર જેલમાંથી 20 દિવસના પેરોલ મળ્યા, કબજો ન હોવાનું કહી ગુજરાત જેલ ઓથોરિટીનો અરજી સ્વીકારવાનો ઈન્કાર
દુષ્કર્મ કેસમાં જોધપુર જેલમાં સજા કાપી રહેલા આશારામે ફરીવાર મેડિકલ ગ્રાઉન્ડના આધારે હંગામી જામીન માગ્યા. સુરતની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં તેને ગાંધીનગર સેશન્સ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી છે. વળી રાજસ્થાનમાં પણ દુષ્કર્મ કેસમાં તે આજીવન કારાવાસની સજા જોધપુર જેલ ખાતે ભોગવી રહ્યો છે. જોધપુર જેલ ઓથોરિટીએ પેરોલ મંજૂર કર્યા, ગુજરાત જેલ ઓથોરિટીએ અરજી ન સ્વીકારી આસારામ તરફે ગુજરાત હાઇકોર્ટને જણાવાયું હતું કે જોધપુર જેલ ઓથોરિટીમાંથી તેને 20 દિવસમાં પેરોલ મળ્યા છે. પરંતુ તે ગુજરાતના દુષ્કર્મ કેસમાં પણ સજા કાપી રહ્યો હોવાથી ગુજરાત જેલ ઓથોરિટીને પણ તેને પેરોલ આપવા અરજી કરવામાં આવી હતી. જો કે તે ગુજરાતની જેલમાં નહીં હોવાથી આ અરજી સ્વીકારવા ગુજરાતની ઓથોરિટીએ ઇનકાર કર્યો છે. જેથી કરીને હાઇકોર્ટ સમક્ષ હંગામી જામીન અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે કાયદાકીય જોગવાઈ લાવવા વકીલને સૂચના આપી આસારામને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર હંગામી જામીન આપવામાં આવે. જેથી કરીને તેની સારવાર કરાવી શકાય, તેની તબિયત ખૂબ ખરાબ છે. જોકે હાઇકોર્ટે કહ્યું હતું કે હંગામી જામીન અરજી ચલાવવાની જગ્યાએ તેની મુખ્ય અપીલ જલ્દી ચલાવવી જોઈએ. વળી એક જેલ ઓથોરિટીએ પેરોલ આપ્યા હોય અને બીજી જેલ ઓથોરિટી પેરોલ આપવા ઇનકાર કરે, તેની સામે હાઇકોર્ટમાં હંગામી જામીન અરજી કરી શકાય કેમ ? તે સંદર્ભે કાયદાકીય જોગવાઈ લાવવા હાઇકોર્ટે આસારામના વકીલને સૂચના આપી છે. આ મુદ્દે વધુ કાર્યવાહી આગામી સમયમાં યોજાશે.
Read full article on Divya Bhaskar