crime
દૂષિત પાણીથી સ્થિતિ ગંભીર, 21 લોકોના થયાં છે કેન્સરથી મોત
અમદાવાદના ધોળકા તાલુકાના ભેટાવાડા સહિત આસપાસના ચાર જેટલા ગામોમાં કેમિકલયુક્ત અને દૂષિત પાણીના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, દૂષિત પાણીના કારણે એક જ ગામમાં કેન્સરના 50 જેટલા કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 21 લોકોના કેન્સરથી મોત થયા છે. દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થયું છે, જ્યારે પીવાના અને સિંચાઈના બોર પણ બગડી ગયા છે. સમસ્યાથી આક્રોશિત ભેટાવાડા ગામના લોકો સહિત ખેડૂતો ખેતરોમાં જ ધરણા પર બેઠા છે અને અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કર્યું છે. ગ્રામજનો દ્વારા જીવલેણ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા તેમજ દૂષિત પાણીની સમસ્યા દૂર કરવાની માગ કરવામાં આવી છે.
Read full article on News18 Gujarati