Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

માતાએ બાળકીને માર માર્યાનો મામલો:જૂનાગઢમાં માતાએ માસૂમ બાળકીને ફટકારી: DySP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' બાદ બાંગ્લાદેશી નાની ડિપોર્ટ થતા બાળકી માતા પાસે આવી હતી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 19, 2026 👁 3 views
માતાએ બાળકીને માર માર્યાનો મામલો:જૂનાગઢમાં માતાએ માસૂમ બાળકીને ફટકારી: DySP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' બાદ બાંગ્લાદેશી નાની ડિપોર્ટ થતા બાળકી માતા પાસે આવી હતી
​જૂનાગઢ શહેરના જૂના હાઉસિંગ બોર્ડ રામનાથ મંદિર વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં છ વર્ષની માસૂમ બાળકી પર તેની જ જન્મદાત્રી માતા દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. બાળકીએ પથારી બગાડતા ગુસ્સે ભરાયેલી ગર્ભવતી માતાએ કંટ્રોલ ગુમાવીને ચાર્જરના કેબલ તથા રસોડાના વેલણ વડે દીકરીને ઢોર માર માર્યો હતો. બાળકીના વાંસા, પગ અને મોઢા પર ગંભીર ઈજાના નિશાનો ઉપસી આવ્યા હતા. આ સમગ્ર ક્રૂરતાનો વિડીયો પાડોશમાં રહેતા એક જાગૃત નાગરિકે મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ​વીડિયો વાયરલ થતાં જ જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા કલ્યાણ વિભાગ અને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમ તુરંત હરકતમાં આવી હતી. અમદાવાદ હેડક્વાર્ટર તરફથી મળેલા નિર્દેશો બાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાળ કલ્યાણ સુરક્ષા વિભાગના અધિકારી શીતલબેન મારુ અને ચાઇલ્ડ હેલ્પલાઇનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની ટીમે સ્થળ પર પહોંચી બાળકી અને તેની માતાની પૂછપરછ કરી હતી. માસૂમ બાળકીએ ડરતા ડરતા પોતાની માતા દ્વારા આચરવામાં આવેલી અમાનવીય નિર્દયતાની આપવીતી જણાવી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ટીમે કંટ્રોલ રૂમને જાણ કરી પોલીસ વાન બોલાવી હતી અને બાળકી તથા તેની માતાને સી ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ​ આ સંવેદનશીલ ઘટના અંગે જૂનાગઢના DySP હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે, આ મામલે પડોશીઓએ ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર કૉલ કરીને જાણ કરી હતી. ચાઇલ્ડ વેલ્ફેર કમિટી અને મહિલા પોલીસ કર્મચારીઓની હાજરીમાં બાળકીની વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. બાળકીએ તીક્ષ્ણ વસ્તુઓ અને ચાર્જરના વાયર વડે માર માર્યો હોવાનું જણાવતા, ચાઇલ્ડ હેલ્પલાઇન અધિકારીની ફરિયાદના આધારે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી માતા વિરુદ્ધ JJ Act ની કલમ 75 અને BNS ની કલમ 115 હેઠળ કાયદેસરની FIR નોંધવામાં આવી છે. ​પીઆઇ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું કે આ બાળકી અગાઉ રાજકોટ ગ્રામ્યના ઉપલેટા ખાતે તેની નાની સાથે રહેતી હતી. જૂન 2024 માં ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલા 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ તપાસ કરતા બાળકીની નાની મૂળ બાંગ્લાદેશી હોવાનું અને તેમની પાસે ભારતના કોઈ કાયદેસર દસ્તાવેજો ન હોવાનું ખુલ્યું હતું. જેથી તેમને નિયમાનુસાર ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ​નાની ડિપોર્ટ થતાં છેલ્લા છ મહિનાથી આ માસૂમ બાળકી તેની માતા સાથે રહેવા આવી હતી. બાળકી અને તેની માતાનો જન્મ ભારતમાં થયો હોવાના કારણે તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા ન હતા. DySP ધાંધલિયાના જણાવ્યા અનુસાર, આરોપી માતાના આ બીજા લગ્ન હતા અને પરિવારમાં ચાલી રહેલા કૌટુંબિક ઝઘડા તથા માનસિક તણાવના કારણે આ પરિણામ સર્જાયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. બાળકીને પ્રાથમિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા બાદ હાલ સુરક્ષિત આશ્રય માટે 'શિશુ મંગલ' સંસ્થામાં રાખવામાં આવી છે. ​પોલીસ અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા બાળકીની સુરક્ષા અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કોર્ટ સમક્ષ મામલો રજૂ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ કોર્ટ દ્વારા બાળકીના સુરક્ષિત પાલનપોષણ અંગે જે પણ આદેશ કરવામાં આવશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સી ડિવિઝન પોલીસ દ્વારા આ કૌટુંબિક અને ગુનાહિત મામલે આગળની વધુ સઘન તપાસ ચલાવવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan