top
મોરબીમાં DySPની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું:જન્માષ્ટમીને ધ્યાને રાખીને શોભાયાત્રાના રૂટ પર અપાઈ જરૂરી સૂચનાઓ
મોરબી શહેરમાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આજે DySPની હાજરીમાં શહેરના મુખ્ય માર્ગો પરથી પોલીસ પસાર થઈ હતી. આ દરમિયાન જન્માષ્ટમીની શોભાયાત્રાના રૂટ પર પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. પોલીસ દ્વારા જન્માષ્ટમીના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. મોરબીના DySP જે.એમ.આલની આગેવાની હેઠળ આ પેટ્રોલિંગ સરદાર રોડ, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક થઈને દરબારગઢ પાસે આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે પૂરું થયું હતું. આ સમયે મોરબી એ ડિવિઝનના PI, LCB અને SOGના PI, PSI અને અન્ય પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. જન્માષ્ટમી દરમિયાન બંદોબસ્ત માટે પોલીસ કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar