Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

દેશમાં ફરી ઈથેનોલનું ભૂત ધુણ્યું!:E100 ફ્યૂલને મંજૂરી, હવે તમારી ગાડીનું શું થશે? વાહન બગડવાના ચાન્સ કેટલા? સરકારે મોટો દાવ રમ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 2 views
દેશમાં ફરી ઈથેનોલનું ભૂત ધુણ્યું!:E100 ફ્યૂલને મંજૂરી, હવે તમારી ગાડીનું શું થશે? વાહન બગડવાના ચાન્સ કેટલા? સરકારે મોટો દાવ રમ્યો
જ્યારે કોક્રોચ જનતા પાર્ટીનું આંદોલન પીક પર હતું ત્યારે નીતિન ગડકરી અને ઈથેનોલની ચર્ચા જોરશોરથી શરૂ થઈ હતી. આજે ફરી એકવાર એ જ ઈથેનોલનું ભૂત ધુણ્યું છે. પણ આ ભૂત E20વાળું નથી પણ E100વાળું છે. શું છે આ ફ્લેક્સ ફ્યૂઅલ? ઈથેનોલના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ કેટલા ઘટશે? તેનાથી તમારી ગાડીમાં શું ફેર પડશે? સરકાર અત્યારે કેમ ઈથેનોલ પર ભાર મૂકી રહી છે? E20 સમયે લોકોએ હોબાળો મચાવી દીધો હતો તો E100 આવશે ત્યારે શું થશે? વિગતે વાત કરીએ ઈન્ડિયાની ઈથેનોલ ક્રાંતિની. નમસ્કાર... લોકો હજુ પેટ્રોલમાં ઈથેનોલ ભેળવવાના આઘાતમાંથી બહાર નથી આવ્યા એવામાં સરકારે 100 ટકા ઈથેનોલવાળું બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અરબ પટ્ટામાં યુદ્ધના કારણે જ્યારે ઈન્ટરનેશનલ બજારમાં ક્રૂડ આકાશ ચૂંબી રહ્યું છે ત્યારે ભારતે ઈથેનોલનો સહારો લેવાનું નક્કી કર્યું છે. સરકારે પ્યોર ઈથેનોલને માન્યતા આપી નીતિન ગડકરીએ ફરીવાર દેશમાં ઈથેનોલ બાજુ વળવા માટે હાકલ કરી છે અને સરકારે હમણા જ E85 અને E100ને કાયદેસરની માન્યતા આપી દીધી છે. માત્ર એટલું જ નહીં, E22 થી E30 સુધીના પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી પણ ઝીરો કરી દીધી છે. પણ શું આ ફ્લેક્સ ફ્યૂઅલમાં પેટ્રોલ જ નહીં હોય? E100માં પેટ્રોલ કેમ પરાણે ભળશે? બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નિયમો કંઈક એવું કહે છે કે આ ફ્લેક્સ ફ્યૂઅલમાં 93.5 ટકા ઈથેનોલ, 1.5 ટકા બાઈન્ડર કેમિકલ અને 5 ટકા ફરજિયાત પેટ્રોલ રાખવામાં આવશે. આવું કેમ? ઈથેનોલને દારુ માની પી ન શકાય તેનો પણ કિમિયો તો ભાઈ તેની પાછળ કેમેસ્ટ્રીનો એક નિયમ કામ કરે છે. જો 100 ટકા શુદ્ધ ઈથેનોલ સળગે તો તેની આગ દિવસના અજવાળામાં આપણી આંખોથી જોઈ ન શકાય. ટૂંકમાં માની લો કે હાઈવે પર અકસ્માત થયો અને ગાડીમાં આગ લાગી તો બચાવનાર કે મુસાફરને ખબર જ નહીં પડે અને માણસ અદ્રશ્ય આગમાં ચપટી વગાડતાં ભડથું થઈ જશે. એટલા માટે જ આ આગની જ્વાળાને પીળાશ પડતો કલર આપવા માટે તેમાં પેટ્રોલ ઉમેરવામાં આવી શકે. અને કોઈ ઈથેનોલને દારુ સમજીને ગટગટાવી ન જાય તેના માટે ડિનેચરન્ટ નામનું ઝેરી રસાયણ પણ ભેળવવામાં આવશે. ઓઈલ કંપનીઓને ઈથેનોલ કેટલા રૂપિયામાં મળે? પણ જ્યારે વાત ખિસ્સાની આવે ત્યારે કેમેસ્ટ્રીને ગોળી મારવી પડે. દેશના લાખો ટુવ્હીલર અને ફોરવ્હીલર ડ્રાઈવર્સ ફરિયાદ કરી રહ્યા છે કે E20 પેટ્રોલ આવ્યા પછી તેમની ગાડીઓની માઈલેજ તૂટી છે. ઓઈલ કંપનીઓ જત્થાબંધ બજારમાંથી મકાઈ કે અનાજમાંથી બનતું ઈથેનોલ 60-68 રૂપિયા પર લીટરે ખરીદે છે એવી વાતો છે. ઈથેનોલથી ઓછી માઈલેજ અને સ્પેરપાર્ટ્સ પ્રોબ્લમ? આ સસ્તું ઈથેનોલ પેટ્રોલમાં 20 ટકા ભેળવી દેવામાં આવે છે પણ જ્યારે તમે પંપ પર જાવ છો ત્યારે તો તમારી પાસેથી ભાવ તો પેટ્રોલ જેટલો જ વસૂલવામાં આવે છે. એટલે કે ઓઈલ કંપનીઓ સસ્તું ઈંધણ ભેળવીને નફો કમાવી લે છે, સરકાર ટેક્સ બચાવી લે છે અને આપણે? પૂરા પૈસા ચૂકવીના ઓછી માઈલેજ કે ગાડીમાં ખોટકો થવાના એક્સપિરિયન્સ સહન કરીએ છીએ. હવે જાણી લો કે ઈથેનોલ કેવી રીતે બને છે… ફ્લેક્સ ફ્યૂઅલ સાદી ગાડીમાં પડે તો શું થાય? તો હવે સરકાર કહે છે કે પંપ પર E85 ઈંધણ પેટ્રોલ કરતાં 20 રૂપિયા સસ્તું મળશે. પણ શું ખરેખર આ 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમારા ખિસ્સાને ફાયદો કરાવશે કે પછી આંકડાની કોઈ માયાજાળ અહીં છૂપાયેલી છે? અને ન કરે અને નારાયણ આ ફ્લેક્સ ફ્યૂઅલ તમારી ગાડીમાં પડશે તો તેના શું હાલ થશે? ચાલો હવે આ સવાલોના પણ જવાબો જાણી લઈએ. સસ્તું મળતું ફ્લેક્સ ફ્યૂઅલ પ્યોર પેટ્રોલ કરતાં મોંઘું કેમ પડે છે? તો આ જાણવા માટે પર લીટર પ્રાઈઝ નહીં પણ પર કિલોમીટર ખર્ચનું ગણિત સમજવું પડે. કારણ કે પંપ પરથી લીટર ખરીદીએ છીએ, પણ રસ્તા પર તો કિલોમીટર ચલાવીએ છીએ ને? ઉદાહરણ તરીકે, એક લીટર પ્યોર દૂધ અને એક લીટર પાણી ભેળવેલા દૂધનું માપ તો સરખું દેખાય છે પણ બંનેમાંથી શરીરને મળતી તાકાત બિલકુલ અલગ હશે. આવું જ કંઈક પેટ્રોલ અને ઈથેનોલ વચ્ચે છે. સાયન્ટિફિક રીતે પેટ્રોલની કમ્પેરિઝનમાં ઈથેનોલમાં પર લીટર 30-33 ટકા ઓછી એનર્જી હોય છે. પ્યોર પેટ્રોલથી E85માં કેટલું ડિસ્કાઉન્ટ? જેનો મતલબ થયો કે જેટલું ડિસ્ટન્સ કાપવા માટે તમારી ગાડીને 1 લીટર પ્યોર પેટ્રોલ જોઈએ, એટલું જ ડિસ્ટન્સ કાપવા માટે એન્જિનને 1.3થી 1.4 લીટર ઈથેનોલ બાળવું પડશે. હવે દિલ્લીના બજારના ઓફિશિયલ આંકડા જોઈએ તો ત્યાં રેગ્યુલર પેટ્રોલનો ભાવ 102.12 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે E85નો ભાવ દિલ્લીમાં જૂન મહિનામાં 82 હતો. ટૂંકમાં 19 ટકા આસપાસ ડિસ્કાઉન્ટ. બ્રાઝિલનું ઈથેનોલ ગણિત સમજો પણ બ્રાઝિલનો E70નો નિયમ અહીં આંખ ઉઘાડનારો છે. બ્રાઝિલના લોકો પંપ પર જઈને કેલ્ક્યુલેટર કાઢે છે. જો ઈથેનોલથી ગાડીની માઈલેજ 30 ટકા ઘટતી હોય તો ઈથેનોલ પેટ્રોલ કરતા ઓછામાં ઓછું 30 ટકા સસ્તું હોવું જોઈએ. માઈલેજ 30 ટકા ઘટવી એટલે જે ગાડી 10 કિલોમીટર ચાલતી હોય તે 7 કિલોમીટર જ ચાલે. હવે ઈથેનોલને લગતા મિથ્સ અને ફેક્ટ્સ પણ જાણી લો. ફ્લેક્સ ફ્યૂઅલનો ભાવ 58 રૂપિયે લીટર હોવો જોઈએ આવી રીતે જોઈએ તો દિલ્લીમાં E85નો ભાવ 82ની જગ્યાએ 71.50 રૂપિયા પર લીટર હોવો જોઈએ. અત્યારના ભાવે ગ્રાહકને પર લીટર સીધું 10.62 રૂપિયાનું નુકસાન જાય છે એવું ગણી શકાય. અને ટુવ્હીલરના ટેસ્ટમાં તો માઈલેજ 43 ટકા સુધી ઘટી છે તેવા દાવા પણ સામે આવ્યા હતા. એ રીતે જોવા જઈએ તો ફ્લેક્સ ફ્યૂઅલ પ્યોર ઈથેનોલનો ભાવ 58 રૂપિયા પર લીટર જ હોવો જોઈએ. હવે જરા વિચારો કે જો આ E85 કે E100 ભૂલથી તમારી અત્યારની ગાડીમાં નાખી દીધું હોય તો શું થાય? જવાબ છે ગાડીની રબ્બરની નળીઓ, પ્લાસ્ટિકના સીલ અને એલ્યુમિનિયમ-પિત્તળના પૂર્જાઓ અંદરથી સડી જાય. કારણ કે કેમિકલી ઈથેનોલ હવામાંથી ભેજ એટલે કે પાણી ખેંચી લેવાની કેપેસિટી રાખે છે. ‘ઈથેનોલની ગાડીનો ખર્ચો ચાર ગણો વધી જાય’ ટૂંકમાં કહેવાનું એટલું જ છે કે E85 કે E100 માટે ફ્લેક્સ ફ્યૂઅલ સપોર્ટેડ ગાડીઓ જ જોઈએ. જેમાં સ્ટેનલેસ સ્ટીલની પાઈપ્સ, મોટા ઈન્જેક્ટર, શિયાળામાં ગાડી ચાલુ કરવા કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમ અને આગ રોકવા માટે ફ્લેમ એરેસ્ટર મૂકવા પડે. ઓટોમોબાઈલ સંગઠન SIAM કહે છે કે આ બધા ફેરભારો કરવાથી ગાડી બનાવવાનો ખર્ચો ચાર ગણો વધી જાય છે. માની લો કે સાદી ટોયોટા ઈનોવા હાઈક્રોસ 21.70 લાખમાં આવે છે. પણ તેનું ફ્લેક્સ ફ્યૂઅલ વર્ઝન અંદાજે રૂપિયા 32.50 લાખનું પડે છે. ઉપરથી ઈલેક્ટ્રિક ગાડીઓ પર ખાલી 5 ટકા જીએસટી છે, જ્યારે આવી ફ્લેક્સ ફ્યૂઅલ ગાડીઓ પર સરકાર હજુ પણ 28 ટકા જીએસટી વસૂલે છે. વળી આખા દેશમાં 37 હજાર 500 પંપમાંથી માંડ 400 પંપ પર જ આ ઈંધણ મળે છે. ટૂંકમાં ગાડીઓ મોંઘી છે, પંપ નથી અને ઈંધણનું ગણિત ખોટનો સોદો છે. સરકાર કેમ ઈથેનોલ પાછળ હાથ ધોઈને પડી છે? પણ જો કસ્ટમર અને ઓટો કંપનીઓ બંને મૂંઝવણમાં છે તો પછી સરકાર આટલું એગ્રેશન સાથે કેમ ઈથેનોલ પાછળ પડી છે? તો ચાલો હવે તેની પાછળની ગેમ પણ જાણી લઈએ. આપણે અરબ દેશોનું ક્રૂડ ઓઈલ બચાવવા જતાં આપણા જ દેશનું મહામૂલું પાતાળનું પાણી ગાડીઓના એન્જિનમાં બાળી રહ્યા છીએ! તમારી ગાડીની ટાંકીમાં પડતું 1 લીટર ઈથેનોલ ફેક્ટરીમાં હવામાંથી નથી બનતું, તે ખેતરમાં ઉગતી શેરડી, ચોખા કે મકાઈમાંથી બને છે. નીતિ આયોગના જ ઓફિશિયલ રિપોર્ટ મુજબ, શેરડીમાંથી માત્ર 1 લીટર ઈથેનોલ બનાવવા પાછળ ખેતરમાં 2 હજાર 860થી 3 હજાર લીટર પાણી વપરાય છે! 1 લીટર ઈથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી જોઈએ પરિસ્થિતિ ત્યારે વધુ ડરામણી બને છે જ્યારે ડાંગરમાંથી ઈથેનોલ બને છે. 1 લીટર ઈથેનોલ બનાવવા માટે અઢીથી ત્રણ કિલો ચોખા જોઈએ, અને આટલા ચોખા પકવવા પાછળ ખેતરમાં 10,000 લીટરથી વધુ પાણી હોમાઈ જાય છે! એટલે કે, જ્યારે તમે પંપ પરથી 10 લીટર ઈથેનોલ ભરાવો છો, ત્યારે તમે પરોક્ષ રીતે 1 લાખ લીટર પાણીનો ધુમાડો કરી રહ્યા છો. ભારતની 1,822 કરોડ લીટરની ઈથેનોલ પ્રોડક્શન કેપેસિટીનો સૌથી મોટો હિસ્સો મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં છે. જ્યાં જમીનના તળ પહેલેથી જ ખાલી થઈ ચૂક્યા છે. થિંક ટેન્ક CSTEPની સ્ટડી વોર્નિંગ આપે છે કે જો આ જ રીતે પાકમાંથી ઈથેનોલ બનતું રહ્યું, તો ભવિષ્યમાં સિંચાઈ માટે 50 અબજ ઘનમીટર વધારાનું પાણી જોઈશે. આ એટલું પાણી છે જેનાથી આખું દિલ્હી શહેર પોતાની 17 વર્ષની તરસ છૂપાવી શકે છે! ઈથેનોલ માટે ભારતે કેટલું પાણી વેડફવું પડશે? બીજી બાજુ ફૂડ વિરુદ્ધ ફ્યૂઅલની નવી કટોકટી ઊભી થઈ છે. જે ભારત દુનિયાને મકાઈ વેચતું હતું, તે આજે ઈથેનોલની ભઠ્ઠીઓ ચલાવવા માટે વિદેશથી મકાઈની ઈમ્પોર્ટ કરતો દેશ બની ગયો છે! 2030 સુધીમાં ઈથેનોલનો ટાર્ગેટ પૂરો કરવા ભારતને મકાઈ ઉગાડવા 80 લાખ હેક્ટર જમીન જોઈશે, જે આપણી કુલ ખેતીલાયક જમીનનો ચોથો ભાગ રોકી લેશે! અરે, રેશનિંગમાં ગરીબોને અપાતા તૂટેલા ચોખાનો કાપ મૂકીને પણ ફેક્ટરીઓમાં અનાજ મોકલવાની નોબત આવી શકે છે. ઈથેનોલ અને ગુજરાતનું ગણિત આની સીધી અસર આપણા ખિસ્સા અને રાજ્યની તિજોરી પર પણ પડી રહી છે. ગુજરાતમાં પેટ્રોલ પર 13.7 ટકા વેટ અને 4 ટકા સેસ લાગે છે, જ્યારે ઈથેનોલ પર માત્ર 5 ટકા GST અને ઝીરો એક્સાઈઝ છે. એટલે સરકારની તિજોરીમાં તો ગાબડું પડે જ છે, પણ સાથે ખેડૂતો પણ સરકારની પોલિસી વ્હિપ્લેશનો ભોગ બને છે. હજુ ઓક્ટોબર 2026ના ટેન્ડરમાં જ ઓઈલ કંપનીઓએ ખાંડના ભાવ વધવાના ડરથી શેરડીના રસમાંથી ઈથેનોલ ખરીદવા પર અચાનક બેન મૂકી દીધો અને મકાઈના ઈથેનોલના ભાવ પણ ઘટાડી દીધા! વિદેશ જતા ક્રૂડના પૈસા બચાવવાનો પ્લાન તો પછી વિદેશ જતાં રૂપિયા 22 લાખ કરોડ બચાવવાનો સાચો રસ્તો કયો? ઉકેલ આપણી સામે જ છે. અનાજ અને પાણી બગાડતા 1G ઈથેનોલને બદલે સરકાર પંજાબ-હરિયાણામાં સળગાવી દેવાતી પરાળી અને કૃષિ કચરામાંથી બનતા 2G અને 3G ઈથેનોલ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ પાછળ સબસિડી વાપરે. ઈથેનોલ સાથે સરકારે બીજા કેવા પગલા લેવા? આ સિવાય, જો ગાડીઓમાં સ્ટ્રોંગ હાઈબ્રિડ ટેક્નોલોજી અને ઈલેક્ટ્રિક હાવનોને પ્રોત્સાહન અપાય. હાઈબ્રિડ ફ્લેક્સ ગાડીઓ પરનો જીએસટી 28 ટકાથી ઘટાડીને 12 ટકા કરાય તો એક પણ ટીપું ગ્રાઉન્ડ વોટર બગાડ્યા વગર ક્રૂડની ઈમ્પોર્ટ ઘટાડી શકાય એમ છે. બાકી અરબ દેશનું તેલ બચાવવાની ઉતાવળમાં આપણું પાતાળનું પાણી સૂકાવી નાખવું એ કોઈ કાળે સમજદારી ભર્યો નિર્ણય ન હોય શકે. અને છેલ્લે... ઈથેનોલથી ઈલેક્શન પર આવીએ. ચૂંટણી પંચે ગઈકાલે ફોર્મ 6 મામલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું. કહ્યું કે જ્ઞાનેશ કુમારે સૌની સંમતિથી નિર્ણયો લીધા હતા. અહીં જોવા જેવી વાત એ છે કે ચૂંટણી પંચે ઈન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ નકાર્યો નથી. બીજું કે વિપક્ષના આક્ષેપો મુજબ જે ઈનલીગલ થયું હશે તે નિર્ણય પણ જ્ઞાનેશ કુમારનો જ હશે કે બધાનો? સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan