Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

એચ.એ. કોલેજના 100થી વધુ વિદ્યાર્થીઓએ સીપીઆરની ટ્રેનિંગ લીધી:વર્લ્ડ એનેસ્થેસિયા ડે પર ડોક્ટરોએ જીવન બચાવવા માટે મહત્વ સમજાવ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 16, 2026 👁 4 views
એચ.એ. કોલેજના 100થી વધુ વિદ્યાર્થીઓએ સીપીઆરની ટ્રેનિંગ લીધી:વર્લ્ડ એનેસ્થેસિયા ડે પર ડોક્ટરોએ જીવન બચાવવા માટે મહત્વ સમજાવ્યું
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સમાં "વર્લ્ડ એનેસ્થેસિયા ડે" પર સીપીઆર શીખવવાનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. અમદાવાદ મેડિકલ એસોસિએશનના સેક્રેટરી ડો. અલ્પા ગાંધી અને સિનિયર ડો. અતુલ ગાંધીએ સીપીઆરના મહત્વ વિશે વાત કરી. ડો. અલ્પા ગાંધીએ કહ્યું કે, આજના સમયમાં દરેક વ્યક્તિએ સીપીઆર શીખવું જોઈએ. જંકફૂડ, કસરતનો અભાવ, બેઠાડુ જીવન અને તણાવથી કાર્ડિયાક અરેસ્ટની શક્યતાઓ વધી છે. આવા સમયે જો દર્દીને સીપીઆર મળે તો તેનો જીવ બચવાની શક્યતા વધે છે. ડો. અતુલ ગાંધીએ 100થી વધુ વિદ્યાર્થીઓને સીપીઆર કેવી રીતે આપવું તેની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી. પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું કે, એક પણ વ્યક્તિનો જીવ સીપીઆર આપીને બચાવી શકીએ તો આપણું જીવન સાર્થક ગણાય. આ કાર્યક્રમમાં 200થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન પ્રો. મહેશ સોનારાએ કર્યું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan