Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ICAIની પરિષદમાં ધીંગાણું:ચૂંટણીની અદાવતમાં પૂર્વ સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બરે રીજનલ મેમ્બર પર કર્યો હુમલો, માથામાં 3 ટાંકા આવ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 20, 2026 👁 2 views
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ICAIની પરિષદમાં ધીંગાણું:ચૂંટણીની અદાવતમાં પૂર્વ સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બરે રીજનલ મેમ્બર પર કર્યો હુમલો, માથામાં 3 ટાંકા આવ્યા
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ક્લબ ખાતે આયોજિત 'ICAI સીએફઓ એલિવેટ 2.0' (CFO Elevate 2.0) પરિષદ દરમિયાન એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. દેશના ટોચના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ સહિતના અગ્રણી હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે ચૂંટણીની જૂની અદાવતમાં બે જવાબદાર હોદ્દેદારો વચ્ચે છુટ્ટાહાથની મારામારી સર્જાઈ હતી. સ્યુટ-બૂટ અને ટાઈમાં સજ્જ પ્રોફેશનલ્સ વચ્ચે બાલ્કનીમાં અચાનક બોલાચાલી અને મારામારી થતાં સમગ્ર પરિષદમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હિંસક હુમલા સંદર્ભે ભોગ બનનાર સભ્ય દ્વારા ડભોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં મદદ ન કરવાની અદાવતમાં હુમલો અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા અને નવરંગપુરા ખાતે ઓફિસ ધરાવતા 51 વર્ષીય સીએ બિશન રમેશચંદ્ર શાહ ગાંધીનગર બ્રાન્ચના નોમિની હોવાથી આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ તેઓ બેઠક પૂર્ણ કરી બીજા માળની બાલ્કનીમાં ઊભા હતા, ત્યારે શાહીબાગ વિસ્તારમાં રહેતા પૂર્વ સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર પુરુષોત્તમ ખંડેલવાલ ત્યાં આવ્યા હતા. તેમણે અગાઉની ચૂંટણીની અદાવત રાખી બિશન શાહને કહ્યું હતું કે તમે મને સેન્ટ્રલ કાઉન્સિલની ચૂંટણીમાં મદદ કરી નહોતી, તેમ કહી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. બિશન શાહે ગાળાગાળી કરવાનો વિરોધ કરતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ગંભીર ઈજા થતાં માથામાં 3 ટાંકા આવ્યા આવેશમાં આવેલા પુરુષોત્તમ ખંડેલવાલે બિશન શાહ સાથે ઝપાઝપી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો અને પગ ખેંચી લેતાં તેઓ જોરથી જમીન પર પટકાઈ પડ્યા હતા. નીચે પટકાતાં બિશન શાહના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને લોહી વહેવા લાગ્યું હતું. હુમલો કર્યા બાદ આરોપી જતા-જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બિશન શાહને તાત્કાલિક અમદાવાદની કે.ડી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથાના ભાગે 3 ટાંકા લેવા પડ્યા હતા. આ મામલે બિશન શાહની ફરિયાદના આધારે ડભોડા પોલીસે પુરુષોત્તમ ખંડેલવાલ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan