Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ગાંધીનગરના ગીયોડમાં પ્લાસ્ટિક સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ:આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ મચી, ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યાં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 3 views
ગાંધીનગરના ગીયોડમાં પ્લાસ્ટિક સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ:આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ મચી, ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યાં
ગાંધીનગર નજીક આવેલા ગીયોડ ગામમાં શક્તિમાતા મંદિરની સામે આવેલા મેઘા પ્લાસ્ટિક નામની ઇલેક્ટ્રિક મીટર કલેક્શન સ્ક્રેપ યાર્ડમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેથી આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડતા સ્થાનિક રહીસોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમોની સંયુક્ત કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની 4 ગાડીઓને કામે લગાવી આજે ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી કંટ્રોલ રૂમને ગીયોડ ગામના ઉપરોક્ત સ્ક્રેપ યાર્ડમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને પારખીને સેક્ટર-17 ફાયર સ્ટેશનથી પ્રથમ ફોમ ટેન્ડર વાહન ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યું હતું. ત્યારે ઘટનાસ્થળે પહોંચેલી ટીમે જોયું હતું કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને ચારેય તરફથી ગાઢ કાળો ધુમાડો નીકળી રહ્યો છે. આ આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા ત્વરિત નિર્ણય લઈ સેક્ટર-17 ફાયર સ્ટેશન ઉપરાંત ભાટ ફાયર સ્ટેશન અને રાધેજા ફાયર સ્ટેશનમાંથી કુલ 4 ફાયર ફાઇટિંગ વાહનોને બોલાવી તાત્કાલિક કામે લગાડવામાં આવ્યા હતા. કિંમતી મશીનરીને આગની લપેટમાં આવતી બચાવાઈ આગની તીવ્રતા વધતા હિંમતનગર અને દહેગામ ફાયર સ્ટેશનમાંથી પણ વધુ 2 વાહનો મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. આમ ફાયર ની અલગ અલગ ટીમો દ્વારા આગ પર ચારેય બાજુથી પાણી અને ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ સફળ ઓપરેશનના કારણે યાર્ડમાં આવેલ એફઆરપી મેનહોલ મેન્યુફેક્ચરિંગ શેડ તેમજ તેની અંદર કિંમતી ઉત્પાદન મશીનરીને આગની લપેટમાં આવતી બચાવી લેવામાં સફળતા મળી હતી. આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો શેડની બહાર ખુલ્લામાં રાખવામાં આવેલો પ્લાસ્ટિક ઇલેક્ટ્રિક બોક્સનો વધારાનો જથ્થો અને પ્લાસ્ટિક રેપિંગ મટિરિયલ આગની ચપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. હાલની સ્થિતિએ ફાયર ટીમ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવાયો છે અને અગમચેતી પગલાંના ભાગરૂપે આગ ફરી સળગે નહીં તે માટે કુલિંગ ઓપરેશનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાયું છે. કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો આ અચાનક લાગેલી આગ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને કયા સંજોગોમાં આગ ફાટી નીકળી હતી તેની વિગતો એફએસએલ નિષ્ણાતોના અહેવાલ બાદ જ બહાર આવશે. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર સાંપડ્યા નથી જેના કારણે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan