Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Gadhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPS ને ASP તરીકે પોસ્ટિંગ

📰 Sandesh 🕐 1 min read 📅 September 18, 2026 👁 1 views
Gadhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPS ને ASP તરીકે પોસ્ટિંગ
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી તંત્રને વેગવંતું બનાવવાના ભાગરૂપે ૧૦ વરિષ્ઠ અને યુવા પોલીસ અધિકારીઓની બદલી તેમજ નવી નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંજીવ કુમારની સહીથી રાજ્યપાલના નામે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગાંધીનગર ગૃહ વિભાગનો મોટો નિર્ણય આ આદેશમાં 2023 અને 2024 ની બેચના 4 યુવા IPS અધિકારીઓને સ્વતંત્ર આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (ASP) તરીકે મહત્વના વિભાગોમાં નિમણૂક આપવામાં આવી છે. જેમાં માનસી આર. મીનાને અમદાવાદના વિરમગામ ખાતે, મૌસમ મહેતાને વાવ-થરાદના દિયોદર ખાતે, પ્રખર કુમારને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે અને કરણકુમાર પન્નાને દાહોદના લીમખેડા ખાતે ASP તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે.આ ઉપરાંત, બઢતી (પ્રમોશન) મળ્યા બાદ જેમના પોસ્ટિંગ્સ બાકી હતા તેવા 6 સિનિયર SPS અધિકારીઓને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના વિવિધ ગ્રુપમાં કમાન્ડન્ટ અને એક્સ-કેડર જગ્યાઓ પર નવી નિમણૂકો આપવામાં આવી છે. 10 IPS અને SPS અધિકારીઓની બદલી વડોદરા ટ્રાફિક DCP તરીકે સેવા આપતા જે.આઈ. વસાવને SRPF ગ્રુપ-9 (વડોદરા), વિસનગર SP ડી.એમ. ચૌહાણને SRPF ગ્રુપ-3 (મડાણા, બનાસકાંઠા), પ્રકાશકુમાર રાવલને SRPF ગ્રુપ-4 (પાવડી, દાહોદ), ગોધરા HQ SP બી.એલ. દેસાઈને SRPF ગ્રુપ-5 (ગોધરા), જૂનાગઢ PTC SP એચ.પી. દોશીને SRPF ગ્રુપ-13 (રાજકોટ) અને સુરત F-ડિવિઝન DCP એલ.બી. ઝાલાને SRPF ગ્રુપ-11 (વાવ, સુરત) ના કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરાયા છે. આ પણ વાંચો: Gandhinagar: ‘27th SAFE કન્વેન્શન’માં મંત્રી પ્રવિણ માળીએ સસ્ટેનેબલ મોબિલિટી એક્સપોનું કર્યું ઉદ્ઘાટન; 'સુરક્ષિત સફર'ની થીમ પર મહામંથન
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan