politics
Gandhinagar : ચૂંટણીના માહોલ વચ્ચે ફાયર વિભાગમાં ACBનો સપાટો, રૂ.20 હજારની લાંચ લેતા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ઝડપાયા
ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લાંચના મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ કાર્યવાહી કરી છે. ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલને રૂ.20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ફાયર વિભાગના અધિકારી સામે ACB ટ્રેપ મળતી પ્રાથમિક માહિતી મુજબ, ફાયર વિભાગ સાથે જોડાયેલા કામ માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલને રૂ.20 હજારની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યા છે. ચૂંટણી જાહેર થવાના માહોલમાં કાર્યવાહી ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થવાના માહોલ વચ્ચે ફાયર વિભાગમાં ACBની કાર્યવાહીથી વહીવટી તંત્રમાં ચર્ચા તેજ બની છે. જોકે, લાંચ કયા કામ માટે માંગવામાં આવી હતી અને ટ્રેપની સંપૂર્ણ વિગતો અંગે ACBની સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. આ મામલે ACBએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : UPI Transaction : 2,000 થી વધુના વ્યવહારો પર લાગશે ટેક્ષ, તમારા પર શું અસર ? 10 સવાલના જવાબો.
Read full article on Sandesh