Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

GCAS પોર્ટલના કારણે ગુજરાત યુનિ.ની 23 હજાર બેઠકો ખાલી:UGમાં 56,489 અને PGમાં 17,490 બેઠકો ભરાઈ, અંતિમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું વધારાના ક્લાસ કરાવી સત્ર પૂર્ણ કરાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
GCAS પોર્ટલના કારણે ગુજરાત યુનિ.ની 23 હજાર બેઠકો ખાલી:UGમાં 56,489 અને PGમાં 17,490 બેઠકો ભરાઈ, અંતિમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું વધારાના ક્લાસ કરાવી સત્ર પૂર્ણ કરાશે
ગુજરાત યુનિવર્સિટીએ GCAS પોર્ટલ મારફતે શરૂ કરેલી પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે. અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટની 97,450 બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા GCAS પોર્ટલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. પરંતુ GCAS પોર્ટલની ખામીઓને કારણે ચાર રાઉન્ડ બાદ 50 ટકા બેઠકો ખાલી પડી હતી. GCAS દ્વારા ખાલી પડેલી પોતાની રીતે ભરવાની છૂટ આપી હતી. જે દરમિયાન કોલેજ દ્વારા તેમની મેરીટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા હતા. જેથી કુલ 97,450 બેઠકમાંથી 73,797 બેઠક ભરાઈ છે. GCASની ખામીઓને કારણે આ વર્ષે કુલ 23 હજાર કરતા વધુ બેઠકો ખાલી રહી ગઈ છે. GCASની ખામીઓથી બેઠકો ન ભરાતા 31 રાઉન્ડ કરવા પડ્યા ગયા વર્ષે પણ GCAS પોર્ટલ મારફતે જ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ GCAS પોર્ટલની ખામીઓને કારણે બેઠકો ન ભરાતા 31 રાઉન્ડ કરવા પડ્યા હતા. જે 25 સપ્ટેમ્બર સુધી ચાલ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓનું સત્ર પણ મોડું શરૂ થયું હતું. જો કે આ વખતે 4 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તે બાદ પણ 50 ટકા બેઠકો ખાલી રહેલા ગુજરાત યુનિવર્સિટીને પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા કરી ખાલી બેઠકો ભરવા સૂચના આપવામાં આવી હતી. UGમાં 56,489 અને PGમાં 17,490 બેઠકો ભરાઈ ગુજરાત યુનિવર્સિટીને ખાલી બેઠકો ભરવાની છૂટ મળતા જ તમામ કોલેજ દ્વારા મેરિટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ખાલી બેઠકો ભરવાની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં આ વર્ષે અંડરગ્રેજ્યુએટમાં 74,500 બેઠકમાંથી 56,489 બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જો કે, પ્રવેશ પ્રક્રિયા અંતે પણ 18 હજાર જેટલી બેઠક ખાલી રહી ગઈ છે. પોસ્ટગ્રેજ્યુએટમાં 22,950 બેઠકમાંથી 17,490 બેઠક ભરાઈ છે જ્યારે 5460 બેઠકો ખાલી રહી ગઈ છે. સરકારી યુનિવર્સિટીમાં ફી ઓછી હોવા છતાં GCAS પોર્ટલની ખામીઓના અને લાંબો સમય સુધી પ્રવેશ પ્રક્રિયા ચલાવી હોવાથી કેટલાક વિદ્યાર્થીઓએ તો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ લીધો હતો. વિદ્યાર્થીઓનું વધારાના ક્લાસ કરાવી સત્ર પૂર્ણ કરાશે તેમજ પ્રવેશ પ્રક્રિયા લાંબી ખેંચાતા અંતિમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું 90 દિવસનું પ્રથમ સેમેસ્ટર સમયસર પૂર્ણ થતું ન હોવાની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા ડિસેમ્બર સુધી પાછળ ધકેલવાની શક્યતા ઊભી થઈ હતી. જોકે, પરીક્ષા સમયસર યોજાઈ શકે તે માટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ સંલગ્ન કોલેજોને અંતિમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે વધારાના ક્લાસ યોજી સેમેસ્ટરનો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓનું 90 દિવસનું સત્ર પૂર્ણ થાય અને પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા નિયત સમયગાળામાં યોજી શકાય.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan