top
ગઢડામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:21 શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ 45 નવીન કૃતિઓ રજૂ કરી
ગઢડામાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં ગઢડા તાલુકાની 21 શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. તેમણે 45 નવીન કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રદર્શન GCERT ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-બોટાદ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-બોટાદ દ્વારા આયોજિત કરાયું હતું. શ્રી સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ (SVS), ગઢડા કક્ષાનું આ પ્રદર્શન એમ.એ. હાઈસ્કૂલ, ગઢડા ખાતે યોજાયું હતું. વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પર્યાવરણ સંરક્ષણ, રોબોટનો ઉપયોગ, રોગ સામે રક્ષણ, આરોગ્ય, ઓર્ગેનિક ખેતી, રૂરલ ડેવલપમેન્ટ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા વિષયો પર મોડેલો બનાવ્યા હતા. દરેક વિભાગમાંથી પ્રથમ ક્રમાંક મેળવનાર શ્રેષ્ઠ કૃતિઓ આગામી જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ગઢડા SVSનું પ્રતિનિધિત્વ કરશે.
Read full article on Divya Bhaskar