top
ગઢડામાં જળ ઝીલણી એકાદશીની ઉજવણીમાં મોટી દુર્ઘટના, નદીમાં પલટી બોટ
કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આવો જ એક કિસ્સો ગઢડામાં બન્યો. જળ ઝીલણી એકાદશીની ઉજવણી દરમિયાન ઘેલો નદીના રમા ઘાટ પર બોટ પલટી ગઈ. સંતો અને ભક્તો દ્વારા ઠાકોરજીને નૌકા વિહાર કરાવવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન અચાનક હોડી પલટી જતાં સૌ કોઈના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ સંતો તથા ભક્તોનો વાળ પણ વાંકો ન થયો. તમામનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાના LIVE દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે સંતો અને ભક્તો, ઠાકોરજીને હોડીમાં બેસાડીને નૌકાવિહાર કરાવી રહ્યા છે. ત્યારે અચાનક હોડી પલટી જાય છે. મહત્વનું છે કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તાત્કાલિક બચાવ કાર્યમાં જોતરાયા હતા અને તમામ સંતો અને ભક્તોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
Read full article on News18 Gujarati