Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ઘર પાસે શ્રાવણિયો જુગાર રમવાની ના પાડતા આધેડ પર હૂમલો:રાજકોટના મવડીમાં ટુ વ્હીલરને સિટી બસે હડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 6, 2026 👁 1 views
ઘર પાસે શ્રાવણિયો જુગાર રમવાની ના પાડતા આધેડ પર હૂમલો:રાજકોટના મવડીમાં ટુ વ્હીલરને સિટી બસે હડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું સારવારમાં મોત
રાજકોટના મવડી વિસ્તારમાં ટુ વ્હીલર પર જતો યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સીટી બસે તેને લીધો હતો. જેથી ગંભીર રીતે ઘાયલ યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં રાજનગર ચોક પાસે મેઘમાયા નગરમાં પોતાના ઘર પાસે શ્રાવણિયો જુગાર રમતા શખ્સોને ટપારવા જતા આ શખ્સોએ ટ્રક ડ્રાઇવિંગ કરતા યુવાન પર હૂમલો કર્યો હતો. અહીં પત્તા ન રમતા તેવું કહેતા 12 શખ્સોએ માર માર્યો શહેરના રાજનગર ચોક પાસે આવેલા મેઘમાયા નગરમાં રહેતા પ્રવીણ રાઠોડે પોતાના ઘર પાસે પત્તા રમતા શાહરૂખને ટપાર્યો હતો. જોકે તે સમયે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરી ચાલ્યો ગયો હતો. જે બાદ 4 સપ્ટેમ્બરના રાત્રિના 10.30 વાગ્યા આસપાસ આધેડ પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે 10 થી 12 જેટલા શખ્સો મોટરસાયકલ પર આવ્યા હતા અને લોખંડના પાઈપ અને ધોકાથી પ્રવીણભાઈ અને તેની સાથેના અન્યને પણ મારવા લાગ્યા હતા. આ સાથે જ આધેડને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી નાસી ગયા હતા. જોકે આ અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ટુ વ્હીલર પર રોડ ક્રોસ કરતા યુવાનને સિટી બસે હડફેટે લેતા મોત શહેરના મવડીમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતો 22 વર્ષીય આઝાદ કુમાર ગૌતમ તા.5 સપ્ટેમ્બરના બપોરે ટુ વ્હીલર લઈને મવડી મેઈન રોડ પર આવેલા વિશ્વેશ્વર મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરવા જતા પૂરપાટ ઝડપે આવતી સિટી બસ GJ 03 BZ 3758 ના ચાલકે હડફેટે લેતા માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે આજે 6 સપ્ટેમ્બરના સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. જેથી માલવિયાનગર પોલીસ મથકમાં ગૂનો નોંધાતા પોલીસે સીટી બસના ચાલક વિરોધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. "એક વર્ષે હાથમાં આવ્યો છે, આજે મારી જ નાખવો છે" તેમ કહી કડિયા કામ કરતા યુવાનને માર માર્યો રાજકોટમાં "એક વર્ષે હાથમાં આવ્યો છે, આજે મારી જ નાખવો છે" તેમ કહી કડિયાકામ કરતા યુવાનને માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના 80 ફુટ રોડ પર વિઠ્ઠલ રાદડિયા ચોક પાસે નવી બની રહેલી શ્રી દર્શન સાઇટ પર કામ કરતા 36 વર્ષીય ગોરધનભાઈ સિંગાડે નોંધાવેલી ફરિયાદ મુજબ, શૈલેષ નામનો શખ્સ એક વર્ષ પહેલા સાથે કડિયા કામ કરતો હતો. જે દરમિયાન ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી તે તા.5 સપ્ટેમ્બરના રાત્રે 11.30 વાગ્યે મોટામવામાં ભીમનગર પાસે હતો ત્યારે શૈલેષ અને તેની સાથે અન્ય શખ્સ લાખો ત્યાં આવી પહોંચ્યો હતો અને ઢીકાપાટુનો માર મારવાની સાથે લાકડાથી માર માર્યો હતો. જે દરમિયાન શૈલેષે કહ્યું હતું કે એક વર્ષે હાથમાં આવ્યો છે આજે મારી જ નાખવાનો થાય છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કાળીપાટ પાસે 5 સવારીમાં જતા ટુ વ્હીલરને હડફેટે લઈ કન્ટેનર ચાલક ફરાર શહેરના ભાવનગર રોડ પર શિવાજી નગરમાં રહેતા 41 વર્ષીય મુકેશ સોલંકી તા.5 સપ્ટેમ્બરના સાંજના સમયે પોતાનું ઍક્સેસ લઈ પાછળ પત્ની લાભુબેન, પુત્રી રેણુકા, પુત્ર વિવેક અને પડોશીની દીકરી અંજુને બેસાડી કાળીપાટ નવા રીંગ રોડ ઉપર જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતા કન્ટેનર RJ 14 GU 0196 ચાલકે હડફેટે લેતા મુકેશભાઈને પગમાં ફ્રેકચર અને તેમની સાથેના અન્ય વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી હતી. જે અંગે આજીડેમ પોલીસ મથકમાં કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. તરુણ પર 8 શખ્સોનો હૂમલો શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલા શિવાજીનગરમાં 16 વર્ષીય તરુણ રોહિત મકવાણા સાથે આકાશ કોળી, રોહિત વસકાણી, રાજલો કોળી, ભાવેશ વસકાણી, ધમો સરવૈયા, લાલો વાઘેલા, સુજલ મકવાણા અને વિવેક ચુડાસમાએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બાદ તરુણ રોહિતનું માથું રેકડી સાથે ભટકાવી ઈજા પહોંચાડી હતી. તરુણ સાથે 4 સપ્ટેમ્બરના ગંજીવાડામાં રામાપીર ચોક પાસે થયેલી માથાકૂટ બાદ તે તરુણને તા.5 સપ્ટેમ્બરના માર મારવામાં આવ્યો હતો. જોકે આ અંગે તરુણના પિતાએ થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan