crime
અંકલેશ્વર GIDCમાં પ્લાન્ટ ભડકે બળ્યો
ભરૂચના અંકલેશ્વર GIDCમાં આવેલી શ્યામ એન્ટરપ્રાઇઝ કંપનીના સોલ્વન્ટ ડિસ્ટિલેશન પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં આગ ફાટી નીકળતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતાં કંપની પરિસરમાં અફરાતફરી મચી હતી. આગની અસરને પગલે આસપાસ આવેલી કંપનીઓ અને ગોડાઉનમાં પણ દોડધામ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્રણ ફાયર ફાયટરની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી હતી અને ત્યારબાદ કૂલિંગની કામગીરી કરવામાં આવી હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને ઘટનામાં થયેલા નુકસાનની વિગતો હજુ સામે આવી નથી.
Read full article on News18 Gujarati