crime
સચીન GIDC હત્યા કેસ:શાકના પૈસા માંગવા બાબતે થયેલા ઝઘડામાં યુવકનો જીવ લેનાર શત્રુઘ્ન નિષાદને આજીવન કેદની સજા
સુરતની સચીન જીઆઈડીસી વિસ્તારમાં વર્ષ 2023માં શાકભાજીના નાણાંની લેતી-દેતી બાબતે થયેલી હત્યાના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી શત્રુઘ્ન શ્રીરામકિશુન નિષાદને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડની રકમ નહીં ભરે તો વધુ એક માસની સાદી કેદ ભોગવવી પડશે. શાકના પૈસા માંગતા ઉશ્કેરાઈને ચપ્પુના ઘા ઝીંક્યા ઘટનાની વિગત મુજબ, 24 સપ્ટેમ્બર 2023ના રોજ સચીન જીઆઈડીસી બરફ ફેક્ટરી ચાર રસ્તા પાસે શત્રુઘ્ન નિષાદ શાકભાજીની લારી ચલાવતો હતો. ત્યાં બાગેશ્વર ઉર્ફે હિરો રાજકુમાર રાયે શાકભાજી ખરીદી હતી. શત્રુઘ્ને પૈસા માંગતા બાગેશ્વરે 'મારી પાસે પૈસા કેમ માંગ્યા' તેમ કહી ગાળાગાળી કરી હતી. બોલાચાલી વધતાં શત્રુઘ્ને ચપ્પુ વડે બાગેશ્વરના પેટ અને ગળા સહિતના ભાગે ઉપરા-છાપરી ઘા મારી તેની હત્યા કરી દીધી હતી. પોલીસ કાર્યવાહી અને કોર્ટની કાર્યવાહી ઘટના બાદ સચીન જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી શત્રુઘ્નની ધરપકડ કરી હતી અને 3 જાન્યુઆરી 2023ના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી પૂર્ણ થતાં અદાલતે પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીને દોષિત જાહેર કરી આ આકરો ચુકાદો સંભળાવ્યો છે.
Read full article on Divya Bhaskar