crime
ગીર સોમનાથમાં દૂધની ગાડીમાં ‘બિયરની હેરાફેરી’ના ખેલનો પર્દાફાશ
ગીર સોમનાથમાં પોલીસે દૂધની ગાડીમાંથી બિયરની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. દીવથી દૂધ ખાલી કરીને પરત ફરતી ગાડી શંકાસ્પદ લાગતાં પોલીસે તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી બિયરની પેટીઓ મળી આવતા સમગ્ર ભાંડો ફૂટી ગયો. પ્રાચી નજીક ઘંટીયા ગામ પાસેથી પોલીસે દૂધની ગાડીમાંથી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. દૂધની આડમાં બિયરની હેરાફેરીનો ખેલ સામે આવતા પોલીસે મહીન જાનમહમદ બાસ્ઠીયાની અટકાયત કરી છે. હાલ પોલીસે બિયરનો જથ્થો કબજે કરી સમગ્ર હેરાફેરી પાછળ કોનો હાથ છે અને આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on News18 Gujarati