Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Gir Somnath News: ધર્માંતરણ અને દુષ્કર્મ કેસમાં SITની કાર્યવાહી, વધુ 3 આરોપી કસ્ટડીમાં, 2 સગીરાઓ સાથે દુષ્કર્મનો ખુલાસો

📰 Sandesh 🕐 1 min read 📅 November 2, 2026 👁 1 views
Gir Somnath News: ધર્માંતરણ અને દુષ્કર્મ કેસમાં SITની કાર્યવાહી, વધુ 3 આરોપી કસ્ટડીમાં, 2 સગીરાઓ સાથે દુષ્કર્મનો ખુલાસો
ગીર સોમનાથ જિલ્લાના ચકચારી કોડીનાર ધર્માંતરણ અને દુષ્કર્મ કેસમાં સ્થાનિક પોલીસ અને ખાસ ગઠિત SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનામાં SITની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓની સંડોવણી ખુલી છે. જેને પગલે પોલીસે ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈ કાયદેસરની ધાકધમકી અને તપાસ શરૂ કરી છે. 2 સગીરાઓ પર દુષ્કર્મ અને ઉનાવા દરગાહ ખાતે ધર્માંતરણ કરાવ્યાનો ખુલાસો SITની તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીઓએ બે સગીરાઓને જબરદસ્તી પોતાના શિકાર બનાવી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના ઉનાવા દરગાહ ખાતે સગીરાઓનું ગેરકાયદે અને દબાણપૂર્વક ધર્માંતરણ કરાવવામાં આવ્યું હોવાની બાબત સામે આવી છે. આ કેસમાં તાલીબહુસેન શેખ અને હુસેનભાઈ શેખ સામે સગીરાઓ સાથે જબરદસ્તી દુષ્કર્મ આચરવાના ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જ્યારે અન્ય આરોપી નાઝીમઅલી સૈયદ સામે સગીરાનો પીછો કરવાનો અને વારંવાર ફોન કરીને હેરાન કરવાનો આક્ષેપ છે. =" target="_blank"> = DYSP એમ. એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસ તેજ, આરોપીઓની સંખ્યા વધી આ સંવેદનશીલ કેસમાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, અને હવે વધુ 3 આરોપીઓ પોલીસની પકડમાં આવતા આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યામાં વધારો થયો છે. ગીર સોમનાથના DYSP એમ. એફ. ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ SIT ટીમ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ પુરાવાઓ એકત્રિત કરી રહી છે, અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan