Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગણેશ ઉત્સવ અંગે એ ડિવિઝનમાં ડીવાયએસપીની બેઠક:જૂનાગઢમાં ગણેશ ઉત્સવ પૂર્વે પોલીસ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ; સીસીટીવી, ડીજે નિયમો તથા કાયદો-વ્યવસ્થા જાળવવા કડક સૂચના

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 1 views
ગણેશ ઉત્સવ અંગે એ ડિવિઝનમાં ડીવાયએસપીની બેઠક:જૂનાગઢમાં ગણેશ ઉત્સવ પૂર્વે પોલીસ અને શાંતિ સમિતિની બેઠક યોજાઈ; સીસીટીવી, ડીજે નિયમો તથા કાયદો-વ્યવસ્થા જાળવવા કડક સૂચના
​જૂનાગઢ શહેરના એ, બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એ, બી અને સી ડિવિઝનના પી.આઈ., ગણેશ ઉત્સવના આયોજકો, ડીજે સંચાલકો અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સરકારની માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવા, તમામ પંડાલોમાં સીસીટીવી કેમેરા લગાવવા અને સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રાખવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ શહેરના ત્રણેય ડિવિઝન વિસ્તારમાં આવનારા ગણેશ મહોત્સવ અંતર્ગત આયોજકો, ડીજે સંચાલકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે આ મીટિંગનું આયોજન કરાયું હતું. આયોજકોને સરકારશ્રીની માર્ગદર્શિકાનું કડક પાલન કરવા અને મંડપોમાં સીસીટીવી કેમેરા લગાવવા સૂચના અપાઈ છે. મોટા આયોજનો પર પોલીસ જવાનો, હોમગાર્ડ અને અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ રહેશે. આ ઉપરાંત ડીજે સંચાલકોને કોઈની ધાર્મિક લાગણી ન ઉશ્કેરાય તેવા ગીતો ન વગાડવા અને નિયમોનું ઉલ્લંઘન ન કરવા કડક ચેતવણી આપવામાં આવી છે, અન્યથા કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમણે તમામ આયોજકોને ગણેશ ઉત્સવની શુભકામનાઓ પણ પાઠવી હતી. કોમી એકતા અને શાંતિ સમિતિના આગેવાન બટુકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે એ ડિવિઝન ખાતે શાંતિ સમિતિ અને ગણેશ ઉત્સવના સ્થાપકોની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરમાં કાયદો-વ્યવસ્થા, કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે રીતે દર વર્ષની જેમ ઉત્સાહપૂર્વક તહેવાર ઉજવવા અપીલ કરાઈ હતી. રાષ્ટ્રીય એકતા સમિતિના આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો આ મીટિંગમાં જોડાયા હતા. આ તહેવાર આપણા સૌનો તથા રાષ્ટ્રીય અને કોમી એકતાનો તહેવાર હોવાથી તમામ નાગરિકો શાંતિપૂર્ણ રીતે ભાગ લે અને ગણપતિ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે તેવી અપીલ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan