top
ગોધરામાં સાયબર ફ્રોડ અને મારામારીના 4 બનાવો:બે સાયબર ફ્રોડમાં ₹1.98 લાખની છેતરપિંડી, પિતા-પુત્ર પર હુમલો; 2 પક્ષો વચ્ચે મારામારી
ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સાયબર ફ્રોડ અને જૂની અદાવતમાં મારામારીના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. પોલીસે આ તમામ મામલે અલગ-અલગ ફરિયાદો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. સામે આવેલી ઘટનાઓમાં બે નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ બનતાં કુલ ₹1.98 લાખની રકમ ગુમાવી છે, જ્યારે જૂની અદાવતમાં પિતા-પુત્ર પર હુમલો અને બે પક્ષો વચ્ચે મારામારીના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. બે અલગ-અલગ સાયબર ફ્રોડમાં ₹1.98 લાખ ઉપાડી લેવાયા સાયબર ક્રાઇમના પ્રથમ બનાવમાં ગોંદરા વિસ્તારમાં રહેતા ફર્નિચરના વેપારીના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી અજાણ્યા ઠગે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરીને ₹98,999 ઉપાડી લીધા હતા, જે અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. જ્યારે બીજી ઘટનામાં ભુરાવાવ વિસ્તારના નોકરિયાત નાગરિકને અજાણ્યા શખ્સે ફોન કરી ઝાળમાં ફસાવી બેંક ઓફ બરોડાના ખાતામાંથી ₹99,800 ઉપાડી લીધા હતા. આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિતા-પુત્ર પર હુમલો અને જૂની અદાવતમાં જૂથ અથડામણ અન્ય એક બનાવમાં સિંદુરી માતાના મંદિરે દર્શન કરીને પાછા ફરી રહેલા પિતા-પુત્ર પર જૂની મનદુખના કારણે ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત બી.વી. ગાંધી પેટ્રોલ પંપ નજીક અગાઉની ફરિયાદ પાછી ખેંચવા બાબતે બે પક્ષો સામસામે આવી જતાં મારામારી થઈ હતી. એ-ડિવિઝન પોલીસે બંને પક્ષોની સામસામેની ફરિયાદ આધારે કુલ 6 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar