Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ગોધરામાં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું:114 કૃતિઓ રજૂ કરાઈ, 30 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 13, 2026 👁 6 views
ગોધરામાં વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું:114 કૃતિઓ રજૂ કરાઈ, 30 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
ગોધરા શહેરમાં આવેલા શ્રી શરદ શાહ શૈક્ષણિક સંકુલ ખાતે સંકુલ કક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ દ્વારા સંચાલિત આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ કેળવવા સાથે તેમને નવી શોધ અને સંશોધન માટે પ્રોત્સાહિત કરવાનો હતો. ગોધરા તાલુકા સંકુલ-1ના આ પ્રદર્શનમાં પાંચ અલગ-અલગ વિભાગોમાં કુલ 114 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં 228 વિદ્યાર્થીઓ અને 114 માર્ગદર્શક શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સોલાર ઊર્જા અને નવી ટેકનોલોજી આધારિત મોડેલ આકર્ષણનું કેન્દ્ર બન્યાં પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ સોલાર ઊર્જા, પર્યાવરણ સંરક્ષણ, વિદ્યુત, ગણિત અને નવી ટેકનોલોજી સહિતના વિવિધ વિષયો પર આધારિત મોડેલ અને પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારોને કૃતિઓના માધ્યમથી રજૂ કર્યા હતા. આ પ્રદર્શન વિદ્યાર્થીઓને અભ્યાસમાં મેળવેલા જ્ઞાનનો પ્રાયોગિક ઉપયોગ સમજવાની અને પોતાની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડનારું બન્યું હતું. 30 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયાં પ્રદર્શનના પાંચેય વિભાગોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. વિવિધ વિભાગોમાં વિજેતા બનેલા કુલ 30 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જેવા વિષયો પ્રત્યે વધુ રસ કેળવાય અને નવીન પ્રયોગો કરવાની પ્રેરણા મળે તેવો હેતુ રહ્યો હતો. શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિ આ પ્રસંગે ગોધરા APMCના ચેરમેન માલવદીપસિંહ રાઉલજી, ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ ભૂપેશકુમાર શાહ, લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ડૉ. સુજાત વલી, અક્ષર શાહ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા, સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને વિજ્ઞાન તથા ટેકનોલોજીના ક્ષેત્રમાં નવીન સંશોધન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan