Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
business

GPCB ના અધિકારી સાથે ઓળખાણના નામે રૂ.1 લાખ પડાવ્યા:પંચનાથ ઓટો પ્રાઇવેટ કંપની સામે પ્રદૂષણ બોર્ડ દ્વારા કાર્યવાહી નહીં થાય તેવુ કહેતો શખ્સ, કંપનીનો કર્મચારી ઝડપાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 1, 2026 👁 2 views
GPCB ના અધિકારી સાથે ઓળખાણના નામે રૂ.1 લાખ પડાવ્યા:પંચનાથ ઓટો પ્રાઇવેટ કંપની સામે પ્રદૂષણ બોર્ડ દ્વારા કાર્યવાહી નહીં થાય તેવુ કહેતો શખ્સ, કંપનીનો કર્મચારી ઝડપાયો
રાજકોટ જિલ્લામાં પંચનાથ ઓટો પ્રાઇવેટ કંપનીના માલિક અને ડિરેક્ટર્સને જીપીસીબીના અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહીને કંપની વિરુદ્ધ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેના માટે રૂ.1 કરોડ આપવા પડશે તેવું કહી બ્લેકમેલ કર્યા હતા જે બાદ રૂ.30 લાખમાં સેટિંગ થયા બાદ રૂ.1 લાખ લઈ પણ લીધા હતા અને જો પૈસા નહીં આપે તો કંપનીને ફેસબુક પર બદનામ કરવાની ધમકી પણ આપી હતી. જોકે આ અંગે શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ રૂરલ એસપી પોલીસે ધમકી આપનાર શખ્સ અને તેને માહિતી આપતા કંપનીના જ કર્મચારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રુરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના શાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચનાથ ઓટો પ્રાઇવેટ કંપની આવેલી છે. જેમાં અલગ-અલગ ટ્રાન્સપોર્ટના વ્હીકલ્સના પાર્ટ્સ અને વ્હીકલ્સ તૈયાર થાય છે. જ્યાં પ્રતાપ મગનસિંહ સોલંકી નામનો વ્યક્તિ ઇન્કમટેક્સ, જીએસટી અને જીપીસીબીનીના અધિકારીના નામથી પહોંચ્યો હતો અને ફેસબુક પર કંપનીની બદનામી કરવાની ધમકી આપી હતી. જે બાદ પૈસાની આપે તો કંપની બંધ કરાવી દઈશ તેવું કહી કંપનીના માલિક અને ડિરેક્ટર્સને બ્લૅકમેઇલ કરતો હતો. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં સામે આવ્યું કે, આરોપીએ એક લાખ રૂપિયાની ઉઘરાણી અત્યાર સુધીમાં કરી નાખી હતી અને આ સિવાય રૂ.1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ તેમાંથી ઓછા કરતાં કરતાં રૂ.30 લાખની માંગણી કરી હતી. જે બાદ રૂ.1 લાખ કંપનીના માલિક પાસેથી લઈ લીધા હોવાનું સામે આવ્યું છે. આ ગુનાની તપાસ આગળ વધતાં આ જ કંપનીમાં લાંબા સમયથી કામ કરતાં ધીરુભાઈ રામજીભાઈ ચાવડા કંપનીની તમામ ઇન્ફોર્મેશન પ્રતાપભાઈ સોલંકીને આપતા હોવાનું સામે આવ્યું. જે બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું આપના માધ્યમથી તમામ વ્યવસાયથી સંબંધ લોકો અને ઉદ્યોગકારોને અપીલ કરું છું કે એવા કોઈ પ્રકારના માણસ તમારે ત્યાં આવીને પોતાને કોઈ અધિકારી તરીકે ઓળખ આપીને કે કોઈ મીડિયાના માણસ તરીકે ઓળખ આપીને કે કોઈ બીજા વિભાગના માણસ તરીકે ઓળખ આપીને ત્યાં ઉઘરાણી કરવાનો પ્રયાસ કરે તો તમારે નિસંકોચ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની અને એવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્ય કરવા માટે પોલીસને સહકાર કરવો. ઘટનાની વિસ્તૃત વિગત પર નજર કરીએ તો પ્રતાપ સોલંકી દ્વારા અલગ અલગ સરકારી કચેરીઓમાં પંચનાથ ઓટો પ્રાઇવેટ લીમીટેડની કંપની વિરૂધ્ધ ખોટી અરજી કરવાની ધમકી આપી હતી અને પોતાને પ્રદુષણ બોર્ડના મોટા મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનુ જણાવી પ્રદુષણ બોર્ડ દ્રારા ફરીયાદીની કંપની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી નહીં કરવાના અને પ્રદુષણ બોર્ડના અધિકારીઓ દ્વારા હેરાનગતી નહીં કરવાના નામે વકીલ મારફતે ફરીયાદી પાસેથી રૂ.30 ત્રીસ લાખની માગણી કરી હતી. જે બાદ રૂપીયા નહીં આપતા આરોપીએ ફરીયાદીની કંપનીએ આવી એકાદાના ટાંટીયા ભાંગી નાખવાની અને એકાદાને મારી નાખવામાં પણ મને વાર નહીં લાગે તેવી ધમકી આપી હતી તેમજ જો પૈસા નહીં આપે તો ફરીયાદી વિરૂધ્ધ જી.એસ.ટી., ઇન્કમટેક્ષ, ઇન્ડસ્ટ્રીયલ અને પોલ્યુશન ડીપાર્ટમેન્ટમાં તથા જી.પી.સી.બી. તથા એટ્રોસીટીની ફરીયાદ દાખલ કરવાની તથા પોતાના ફેસબુક પેજ ઉપર ફરીયાદી તથા કંપનીની બદનામી કરવાની ધમકી આપી રૂ.1 લાખ બળજબરથી કઢાવી લીધા હતા તેમજ બાકી રહેતા રૂ.29 લાખ આપવા માટે ધમકી આપતા અંતે શાપર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તેથી પોલીસે આરોપી પ્રતાપ સોલંકી અને તેને માહિતી આપતા કંપનીના જ કર્મચારી ધીરૂભાઇ રામજીભાઇ ચાવડા સામે BNS ની કલમ- 308(5), 351(3) મુજબ ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ.1 લાખની રોકડ સહિત રૂ.1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan