politics
GPRB ટેકનિકલ પોસ્ટની લેખિત પરીક્ષા 23 ઓગસ્ટ લેવાશે:આજથી 23 ઓગસ્ટ સુધી કોલલેટર ડાઉનલોડ કરી શકશો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા ટેકનિકલ પોસ્ટ માટે યોજાનારી લેખિત પરીક્ષાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. PSI (Wireless) ટેકનિકલ ઓપરેટર, PSI (Motor Transport) તથા હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (Grade-I) ની લેખિત પરીક્ષા 23 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે. પરીક્ષામાં હાજર થનારા ઉમેદવારો માટે કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા 17 ઓગસ્ટ, 2026થી શરૂ થઈ છે. ઉમેદવારો 23 ઓગસ્ટ, 2026 સુધી પોતાનું કોલલેટર ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ પરીક્ષા પહેલાં સમયસર કોલલેટર ડાઉનલોડ કરીને તેમાં દર્શાવેલી પરીક્ષા તારીખ, સમય, કેન્દ્ર અને જરૂરી સૂચનાઓ ચકાસી લેવાની રહેશે. પરીક્ષા કેન્દ્ર પર જતા સમયે કોલલેટર સાથે જરૂરી ઓળખ પુરાવો અને ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવેલા અન્ય દસ્તાવેજો સાથે રાખવા ઉમેદવારોને સૂચન કરવામાં આવ્યું છે.
Read full article on Divya Bhaskar