top
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
ગ્રામ્ય કક્ષાએથી સસ્તા અને સરળ વ્યાજદરે ટૂંકાગાળાનું કૃષિ ધિરાણ મળી રહે તે માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો.. સહકારી કૃષિ ધિરાણ માળખાથી ખેડૂતોને પોતાના સ્વ-ભંડોળમાંથી કરવામાં આવેલા ધિરાણ પર બે ટકા વ્યાજ સહાય પેટે 174.07 કરોડની રકમ મંજૂર કરવામાં આવી.. એક એપ્રિલ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીના સમયગાળા દરમિયાન રાજ્યની સહકારી બેંકોએ પોતાના સ્વભંડોળમાંથી ખેડૂતોને આપેલા ધિરાણ પર બે ટકા વ્યાજ રાહત મંજૂર કરાઈ.. અગાઉ મોટાભાગની સહકારી બેંકો ખેડૂતોને 10થી 13 ટકાના ઊંચા વ્યાજદરે ધિરાણ આપતી હતી.. ખેડૂતો પર વ્યાજનો બોજો ન પડે અને સહકારી ધિરાણ માળખુ ટકાઉ બને તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ 2009થી 2010થી બે ટકા વ્યાજ રાહત યોજના અમલમાં મુકી છે.. રાજ્યમાં એક રાજ્ય સહકારી બેંક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને 10 હજાર 900થી વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓનું ત્રિ-સ્તરીય માળખુ કાર્યરત છે.. આ સહકારી માળખાથી રાજ્યના 10 લાખથી વધુ ખેડૂતો ટૂંકી મુદતનું કૃષિ પાક ધિરાણ મેળવી રહ્યા છે.. રાજ્યના લગભગ 33 ટકા નાના અને સીમાંત ખેડૂતો આ સહકારી ધિરાણ વ્યવસ્થા સાથે જોડાયેલા છે.. જેમના માટે સરકારનો આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે..
Read full article on Abp News