education
ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટર્નલ પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓને બહાર કઢાયા:ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન વિભાગના 7 વિદ્યાર્થીઓની ફી બાકી અને હાજરી ઓછી હોવાનું કારણ કહી પરીક્ષા ન આપવા દેવાઈ
ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટની ઇન્ટર્નલ પરીક્ષા ચાલી રહી છે. જેમાં ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા રોકવામાં આવ્યા હતા. ફી ભરવાની બાકી હોવાથી અને હાજરી ઓછી હોવાનું કારણ જણાવી પરીક્ષા આપવા બેઠેલા 7 વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પરીક્ષાના સમયે જ વિદ્યાર્થીઓને બહાર કાઢીને પરીક્ષા આપતા રોકવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. 'વિદ્યાર્થીઓને હવે અસાઇમેન્ટ લખવા આપીશું અને ફરીથી પરીક્ષા લેવાશે' દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન વિભાગના હેડે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓની 80 ટકા હાજરી હોવી જરૂરી છે. જો 80 ટકા હાજરી ન હોય તો પરીક્ષા આપવા દેવામાં આવતી નથી. તેમજ ફી ન ભરી હોય તેવા પણ કેટલાક વિદ્યાર્થીઓ છે, પરંતુ તેમની પણ 80 ટકા હાજરી થતી નથી. જેથી આવા વિદ્યાર્થીઓને અમે હવે ડિપાર્ટમેન્ટ પર બોલાવીને અસાઇમેન્ટ લખવા માટે આપીશું. તેમજ બીજું અન્ય વર્ક કરાવી હાજરીની ટકાવારી થઈ ગયા પછી તેમની ફરીથી પરીક્ષા લેવામાં આવશે.
Read full article on Divya Bhaskar