Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 13ના મોત બાદ પણ બુટલેગરો બેફામ:વડોદરામાંથી ઈંગ્લીશ દારૂની 16 હજાર બોટલ ઝડપાઈ, ફ્લેટના પાર્કિંગમાં ચાલતા કટિંગ પર SMCનો દરોડો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 13ના મોત બાદ પણ બુટલેગરો બેફામ:વડોદરામાંથી ઈંગ્લીશ દારૂની 16 હજાર બોટલ ઝડપાઈ, ફ્લેટના પાર્કિંગમાં ચાલતા કટિંગ પર SMCનો દરોડો
ભાવનગર સર્જાયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના જીવ ગયા છે અને 3 લોકોની સારવાર ચાલી રહી છે. તેની વચ્ચે જ વડોદરામાં સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી 16 હજાર દારૂની બોટલ ઝડપી પાડી. જો કે, આરોપીઓ ફરાર થઈ જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ ઉંઘતી રહી'ને SMC દરોડો પાડી ગઈ વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટમાં ઈંગ્લીશ દારુના ચાલી રહેલા કટિંગ પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડ્યો. ઘટનાસ્થળ પરથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની 16,394 દારૂની બોટલ મળી આવી. આ ઉપરાંત બોલેરો પીકઅપ, સુપર કેરી, સ્વિફ્ટ ડિઝાયર અને મોપેડ સહિત 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. લિસ્ટેડ બુટલેગર નિલેશ ઉર્ફે નિલુ નથાણીનું નામ ખૂલ્યું લાખોના દારૂ કેસમાં નિલેશ ઉર્ફે નિલુ નથાણીનું મુખ્ય સૂત્રધાર તરીકે નામ સામે આવ્યું છે. આ ઉપરાંત ચાર વાહનોના માલિક, દારૂ મોકલનાર અને કટિંગ સમયે સ્થળ પરથી નાસી ગયેલા અજાણ્યા શખસોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. લઠ્ઠાકાંડમાં આજે વધુ બેના મોત, મૃત્યુઆંક 13 ભાવનગરના લઠ્ઠાકાંડમાં વધુ બે લોકોના આજે 23 ઓગસ્ટે મોત નિપજ્યા છે. ત્યારે આ લઠ્ઠાકાંડે અત્યાર સુધીમાં 13ના જીવ લીધા છે. છેલ્લા કેટલાક દિવસથી મૂળ મહીસાગરનો મુકેશ ડામોર ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જો કે ગંભીર સ્થિતિ હોવાથી તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન આજે યુવકે જીવ ગૂમાવ્યો છે. તો કાળિયાબીડના સાગવાડીમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા ભાર્ગવભાઈ ઉપાધ્યાય નામના વ્યક્તિનું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. હજુ પણ ભાવનગરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan