Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ગુજરાતમાં મતદારયાદી સુધારણાનું નવું શિડ્યૂલ જાહેર:18 જાન્યુઆરીએ આખરી યાદી જાહેર કરાશે, 1 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખના આધારે મતદારયાદી સુધરાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 2 views
ગુજરાતમાં મતદારયાદી સુધારણાનું નવું શિડ્યૂલ જાહેર:18 જાન્યુઆરીએ આખરી યાદી જાહેર કરાશે, 1 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખના આધારે મતદારયાદી સુધરાશે
ગુજરાતમાં મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચે સુધારો જાહેર કર્યો છે. સુધારેલા કાર્યક્રમ મુજબ, રાજ્યમાં 27 નવેમ્બર, 2026ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જ્યારે 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 દરમિયાન મતદારયાદી અંગે વાંધા અને દાવા રજૂ કરી શકાશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 18 જાન્યુઆરી, 2027ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા 29 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ મુજબ ભારતના ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ-21 હેઠળ 1 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. મતદારયાદી સુધારણાનું નવું સમયપત્રક ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સુધારેલા કાર્યક્રમ મુજબ મતદાન મથકોનું પુનર્ગઠન અને રૅશનલાઇઝેશન કરવાની પ્રક્રિયા 17 નવેમ્બર, 2026 સુધી પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ 27 નવેમ્બરે એકીકૃત મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થશે. મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર, 2026 સુધી નાગરિકો પોતાના નામની નોંધણી, વિગતોમાં સુધારા અથવા મતદારયાદી સંબંધિત વાંધા-દાવા રજૂ કરી શકશે. આ વાંધા-દાવાઓનો નિકાલ 11 જાન્યુઆરી, 2027 સુધી કરવાનો રહેશે. અંતે 18 જાન્યુઆરી, 2027ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે. 1 જાન્યુઆરીએ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને તક આ સુધારણા કાર્યક્રમનો મુખ્ય હેતુ 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા અને અન્ય લાયકાતો ધરાવતા નાગરિકોનાં નામ મતદારયાદીમાં નોંધવાનો છે. આ ઉપરાંત, 2027 દરમિયાન 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબરની આગામી લાયકાતની તારીખોના સંદર્ભમાં પણ અગાઉથી અરજીઓ સ્વીકારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાને કારણે આગામી સમયમાં 18 વર્ષની ઉંમર પૂર્ણ કરીને મતદાર બનવા લાયક થનારા યુવાનોને પણ મતદારયાદીમાં નામ નોંધાવવા માટે અગાઉથી અરજી કરવાની તક મળશે. નામ અને વિગતોની ચકાસણી કરવા અપીલ મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતે રાજ્યના તમામ લાયક નાગરિકોને મતદારયાદીમાં પોતાનું નામ તપાસવા અને જરૂરિયાત મુજબ નોંધણી કે સુધારા કરાવવા અપીલ કરી છે. ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનનારા યુવાનોને નિયત સમયગાળામાં અરજી કરવાની અપીલ કરવામાં આવી છે. મતદારયાદીમાં નામ નોંધાવવું, નામમાં સુધારો કરાવવો અથવા અન્ય વિગતોમાં જરૂરી ફેરફાર કરાવવા માટે નાગરિકોએ જાહેર કરાયેલા સમયપત્રકનું ધ્યાન રાખવું પડશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan