Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં ક્રેશ ફ્રી પ્રોજેક્ટ અમલી થશે:સિગ્નલ પર વાહન ઉભું રહેતા જ ઈ - ચલણ, વીમો, PUC, ડુપ્લીકેટ નંબર પ્લેટ ડિસ્પ્લેમાં બતાવશે, જિલ્લા પંચાયત ચોકથી પાઇલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 21, 2026 👁 2 views
ગુજરાતમાં પ્રથમ રાજકોટમાં ક્રેશ ફ્રી પ્રોજેક્ટ અમલી થશે:સિગ્નલ પર વાહન ઉભું રહેતા જ ઈ - ચલણ, વીમો, PUC, ડુપ્લીકેટ નંબર પ્લેટ ડિસ્પ્લેમાં બતાવશે, જિલ્લા પંચાયત ચોકથી પાઇલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે
રાજકોટ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ, પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવા રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનરના પ્રયાસથી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં ક્રેશ ફ્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત કોઈ વાહનનું ઈ - ચલણ, વીમો, PUC કે ડુપ્લીકેટ નંબર પ્લેટ હશે તો તે વાહન સિગ્નલ પર ઊભું રહેશે ત્યારે તેની ડિસ્પ્લેમાં બતાવશે. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે એક માસમાં હાઇટેક સુવિધા શરૂ થઈ જશે. પ્રાથમિક તબક્કામાં 10 થી વધુ ઈ ચલણ ધરાવતા વાહન ચાલકોની નંબર પ્લેટ ડિસ્પ્લેમાં બતાવવામાં આવશે. જેથી વાહનોના અકસ્માત નિવારવાની સાથે ટ્રાફિક નિયમન પણ જાળવી શકાશે. રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકે દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, દિલ્હીની એક NGO છે. જે ક્રેશ ફ્રી ઇન્ડિયા એટલે કે ભારત અકસ્માત મુક્ત થાય તે માટેની ચળવળ ચલાવી રહી છે. જેમના સહયોગથી ભારતમાં જયપુર અને નોઈડા દિવસ શહેરોમાં ક્રેશ ફ્રી પ્રોજેક્ટ કાર્યરત છે જોકે ગુજરાતમાં હાલ એક પણ શહેરમાં આ પ્રકારનો પ્રોજેક્ટ નથી પરંતુ રાજકોટ શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે ક્રેશ ફ્રી મૂવમેન્ટ શરૂ થશે. સામાન્ય રીતે ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા વાહન ચાલકો અકસ્માત સર્જતા હોય છે અને તેથી તેને ઈ ચલણ આપવામાં આવતું હોય છે. આ પ્રકારના વાહન ચાલકો ન અટકે તો ભવિષ્યમાં અકસ્માતોનું જોખમ વધી જાય છે. જેથી અકસ્માતો અટકે તે માટે ક્રેશ ફ્રી પ્રોજેક્ટ છે. જેમાં કોઈ વાહનચાલક દ્વારા ઈ - ચલણ ભરવામાં આવ્યું ન હોય, ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવીને ફરતા હોય, વીમો કે પીયુસી ન હોય તો તે સિગ્નલ પર લગાવેલી સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જાય છે. સર્કલથી આશરે 100 મીટર દૂરથી જ વાહનોનું ઓટોમેટિક સ્કેનિંગ કરવામાં આવશે. વાહન સિગ્નલ પર પહોંચતા તેની નંબર પ્લેટના આધારે બાકી ઈ-ચલણ તથા જરૂરી દસ્તાવેજોની સ્થિતિની માહિતી ડિજિટલ ડિસ્પ્લે પર દર્શાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોઇન્ટ પોલીસ કમિશનર માંડલીક અને ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ ડિજિટલાઇઝેશન પ્રોજેક્ટને હાથ ધરવામાં આવ્યો છે. હાઈટેક કેમેરા અને સેન્સર્સની મદદથી વાહનની નંબર પ્લેટ સ્કેન થયા બાદ સિસ્ટમમાં ઉપલબ્ધ વિગતોના આધારે જરૂરી માહિતી મેળવવામાં આવશે. ટ્રાફિકથી વ્યસ્ત જિલ્લા પંચાયત ચોકથી પ્રાયોગિક શરૂઆત આ પ્રોજેક્ટનો પ્રથમ પ્રાયોગિક અમલ શહેરના વ્યસ્ત જિલ્લા પંચાયત ચોક ખાતે કરવામાં આવનાર છે. અહીં સિસ્ટમની કામગીરી અને પરિણામોનું મૂલ્યાંકન કર્યા બાદ શહેરના અન્ય મહત્વના ટ્રાફિક જંક્શનો પર પણ ડિજિટલ ડિસ્પ્લે સિસ્ટમ શરૂ કરવાની દિશામાં આયોજન કરવામાં આવશે. એક માસમાં આ પ્રોજેક્ટનું અમલીકરણ શરૂ થઈ જશે. ટ્રાફિક પોલીસના મતે ટેક્નોલોજીના ઉપયોગથી નિયમભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી વધુ ઝડપી અને અસરકારક બની શકે છે. આ સાથે જ વાહનચાલકોને પોતાના વાહનના દસ્તાવેજો અને બાકી ઈ-ચલણ અંગે સમયસર ચકાસણી કરવાની પ્રેરણા મળશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan