Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જ્યુસ-કોલ્ડ્રિંક્સમાં ભેળવી વિદ્યાર્થીઓ નશો કરતા હોવાનો પર્દાફાશ:સુરતમાં પ્રતિબંધિત શિડ્યુલ H1 દવાઓનો જથ્થો ઝડપાયો, તમિલનાડુ સપ્લાય કરાઈ હતી ગોળીઓ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 1 views
જ્યુસ-કોલ્ડ્રિંક્સમાં ભેળવી વિદ્યાર્થીઓ નશો કરતા હોવાનો પર્દાફાશ:સુરતમાં પ્રતિબંધિત શિડ્યુલ H1 દવાઓનો જથ્થો ઝડપાયો, તમિલનાડુ સપ્લાય કરાઈ હતી ગોળીઓ
સુરતમાં યુવાધનને બરબાદ કરવાના આંતરરાજ્ય કાળા કારોબારનો સરથાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. પ્રતિબંધિત શિડ્યૂલ H1 નશાકારક દવાઓનું ડોક્ટરના પ્રિસ્કિપ્શન વિના ઓનલાઈન વેચાણ કરતા એક શખ્સને 200થી વધુ પેકેટ્સ અને 3 લેપટોપ સાથે ઝડપી લેવાયો છે. આરોપીએ તમિલનાડુની સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને 1000થી વધુ નશાકારક ગોળીઓ સપ્લાય કરી હોવાની ચોંકવનારી વિગતો સામે આવી છે. જ્યુસ-કોલ્ડ્રિક્સમાં ભેળવી વિદ્યાર્થીઓ નશો કરતા હોવાની માહિતી પણ મળી છે. પોલીસે ગોકુલમ આર્કેડમાં દરોડો પાડ્યો ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સરથાણા જકાતનાકા પાસે આવેલા ગોકુલમ આર્કેડની દુકાન નંબર 110માં શંકાસ્પદ અને ગેરકાયદેસર દવાઓનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે તુરંત ટીમ બનાવી રેડ પાડી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી નિકુંજ ગજેરા નામનો શખ્સ મળી આવ્યો હતો, જે કોઈપણ માન્યતા કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવી શિડ્યુલ H1 કેટેગરીની દવાઓનો મોટો જથ્થો રાખીને બેઠો હતો. ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ચાલતું હતું સમગ્ર નેટવર્ક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સરકારી નિયમો અને ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને ઓનલાઇન અલગ-અલગ પ્લેટફોર્મ્સ દ્વારા આ દવાઓનું વેચાણ કરતો હતો. પોલીસે સ્થળ પરથી 200થી વધુ દવાના પેકેટ્સ તેમજ ઓનલાઇન ઓર્ડર પ્રોસેસિંગ અને બુકિંગ માટે ઉપયોગમાં લેવાતા 3 અદ્યતન લેપટોપ જપ્ત કર્યા છે. ઝડપાયેલા જથ્થામાં સિલ્ડેનાફિલ (Sildenafil), ટાપેન્ટાડોલ (Tapentadol) અને વિવિધ પેઇન રિલિવર ઓપિઓઇડ (Opioid) ટેબ્લેટ્સનો સમાવેશ થાય છે. તમિલનાડુમાં 1000થી વધુ ગોળીઓ મોકલી પોલીસ પૂછપરછમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આરોપીએ તમિલનાડુમાં 1000થી વધુ ટાપેન્ટાડોલની ગોળીઓ સપ્લાય કરી હતી. આ નશાકારક ગોળીઓ ત્યાંના સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. વિદ્યાર્થીઓ આ ગોળીઓને કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવીને પીતા હતા અને નશો કરતા હોવાનું સામે આવ્યું છે. યુવા પેઢીને નશાના રવાડે ચડાવવા માટે આ સમગ્ર નેટવર્ક કાર્યરત હતું. ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની મદદ લેવાઈ, NDPS હેઠળ કાર્યવાહીની તૈયારી આ મામલે સરથાણા પોલીસે હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (ડ્રગ્સ વિભાગ)ને પણ તપાસમાં સામેલ કર્યું છે અને હાલ તુરંત જાણવાજોગ નોંધ દાખલ કરવામાં આવી છે. જપ્ત કરાયેલી ગોળીઓનું એફએસએલ-લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જો આ દવાઓમાં નાર્કોટિક્સનું પ્રમાણ સાબિત થશે, તો આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ કડક ગુનો નોંધી સમગ્ર સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan