Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

હિટ એન્ડ રનની ઘટનાનો ભેદ ઉકેલાયો:ઉત્રાણ પોલીસે 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હિટ એન્ડ રનના ફરાર આરોપી વિકી પટેલને ઝડપી પાડ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 6, 2026 👁 2 views
હિટ એન્ડ રનની ઘટનાનો ભેદ ઉકેલાયો:ઉત્રાણ પોલીસે 100થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હિટ એન્ડ રનના ફરાર આરોપી વિકી પટેલને ઝડપી પાડ્યો
સુરત શહેરમાં માર્ગ અકસ્માત સર્જીને ઈજાગ્રસ્તોને રસ્તા પર જ બિનવારસી હાલતમાં છોડી નાસી છૂટતાં બેફામ વાહનચાલકો સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી છે. તાજેતરમાં ઉત્રાણ પોલીસ સ્ટેશનની હદમાં બનેલી ગંભીર હિટ એન્ડ રનની ઘટનામાં સંડોવાયેલા અજાણ્યા બાઇકચાલકને પોલીસે ગણતરીના દિવસોમાં શોધી કાઢવામાં મોટી સફળતા હાંસલ કરી છે. ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી કેમેરાના નેટવર્કનો સચોટ ઉપયોગ કરીને ઉત્રાણ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. આદિત્ય કોમ્પ્લેક્સ નજીક પાછળથી પૂરઝડપે ટક્કર મારી ફરાર થયો હતો સમગ્ર બનાવની વિગતો અનુસાર, ફરિયાદી પોતાની મોટરસાયકલ લઈને નીલકંઠ હોસ્પિટલ તરફથી નીકળીને વી.આઈ.પી. સર્કલથી કાપોદ્રા ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. તેઓ જ્યારે આદિત્ય કોમ્પ્લેક્સ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા બાઇકચાલકે ફરિયાદીની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર ટક્કરને પગલે ફરિયાદી રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને જમણા હાથના ભાગે ઈજા પહોંચી હતી તેમજ જમણા પગમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ માનવતા દાખવવા કે તબીબી સહાય કરવાને બદલે બાઇકચાલક ક્ષણવારમાં પોતાનું વાહન હંકારીને સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. 100થી વધુ CCTV ચકાસીને પોલીસે આરોપીનું પગેરું મેળવ્યું ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા પારખીને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ ટીમે ઘટનાસ્થળથી લઈને આસપાસના વિસ્તારો તેમજ નાસી જવાના સંભવિત માર્ગો પર લાગેલા 100 થી પણ વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક તપાસ્યા હતા. ગોડાદરાના વિકી પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી વિસ્તૃત સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે આખરે અકસ્માત સર્જનાર બાઇકચાલકની ચોક્કસ ઓળખ મેળવી લીધી હતી. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી વિકિભાઇ જશવંતભાઇ પટેલ (રહે. ઇંદ્રલોક સોસાયટી, ગોડાદરા, સુરત) ને પોલીસે તેના રહેઠાણ નજીકથી ઝડપી પાડ્યો હતો. ઉત્રાણ પોલીસે આરોપીની ધરપકડ કરી મોટર વ્હીકલ એક્ટ અને બીએનએસની જોગવાઈઓ હેઠળ આગળની કડક કાનૂની તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan